Happy Birthday Gul Panag: બોલીવુડની અનેક અભિનેત્રીઓ છે જેની એક ઝલક માટે ફેન્સ બધુ જ કુરબાન કરી દેવા તૈયાર હોય છે. મનમોહક અદાઓથી ફેન્સના દિલ જીતનારી અભિનેત્રીઓની યાદી ખુબ લાંબી છે. પરંતુ અભિનયની સાથે સાથે અન્ય ક્ષેત્રમાં પણ અવ્વલ રહેલી અભિનેત્રીઓ ખુબ ઓછી છે. ત્યારે અભિનય, રાજનીતિ અને સ્પોર્ટ સહિત અનેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર અભિનેત્રી ગુલ પનાગને એટલા માટે જ ટેલેન્ટના ખજાનાની ખાણ કહેવાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલ પનાગ માત્ર એક શાનદાર અભિનેત્રી જ નથી પરંતુ તેણે વિવિધ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. મિસ ઈન્ડિયાના ટાઈટલથી લઈને રાજનીતિ અને એડવેન્ચર સ્પોર્ટ્સના કોરિડોરમાં નામના મેળવનાર આ અભિનેત્રીના લાખો ફેન્સ છે. ગુલ પનાગનું પૂરું નામ ગુરકીરત કૌર પનાગ છે. ગુલ પનાગે વર્ષ 1999માં મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. 


અનેક ફિલ્મોમાં આપ્યું દમદાર પર્ફોરમન્સ-
પંજાબના ચંદીગઢ શહેરમાં જન્મેલી ગુલ પનાગે વર્ષ 2003માં બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગુલ પનાગની પહેલી ફિલ્મ ધૂપ હતી. આ પછી તેણે મનોરમા સિક્સ ફીટ અંડર, હેલો, સ્ટ્રેટ અને અબ તક છપ્પન-2 જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ સિવાય તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


હવામાં વાદળો સાથે કરે છે વાતો-
બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ ગુલ પનાગ એક ટ્રેન્ડ પાયલોટ છે. તેણે ફોર્મ્યુલા ઈ રેસ પણ કરી છે. ગુલે સ્પેનમાં Mahindra Racing all new M4Electroમાં રેસિંગ પણ કર્યું હતું. એની સાથે જ 40 વર્ષથી વધુ ઉંમરમાં પણ ગુલ પનાગની ફિટનેસ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેના વર્કઆઉટ વીડિયોથી અન્ય લોકો પણ ફિટનેસ પ્રત્ય આકર્ષાય છે.


ગુલ પનાગના લગ્ન રહ્યા હતા ખૂબ ચર્ચામાં-
ગુલ પનાગે વર્ષ 2011માં તેના બાળપણના પાયલટ મિત્ર ઋષિ અત્તારી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. કારણ કે ગુલ પનાગની વિદાય બુલેટ પર થઈ હતી. 


રાજકારણમાં પણ અજમાવ્યો છે હાથ-
અભિનય, પાયલ, બાઈક સહિતના શોખ બાદ અભિનેત્રી ગુલ પનાગે વર્ષ 2014માં રાજનીતિના મેદાનમાં પણ ઝંપલાવ્યું હતું..ગુલ પનાગને આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચંદીગઢ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારી હતી. પરંતુ તેને કિરણ ખેરની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ગુલ પનાગ રાજનીતિથી દૂર થઈ ગઈ છે.


એડવેન્ચરનો છે ખૂબ જ શોખ-
ગુલ પનાગને એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ ખૂબ શોખ છે. તે પાયલોટ અને કાર રેસર પણ છે.ગુલ પનાગે ઘણી કાર રેસિંગમાં ભાગ લીધો છે. સાથે સોશિયલ મીડિયા પર અવારનવાર ફેન્સ માટે એડવેન્ચર ટ્રિપની તસવીરો પણ શેર કરતી હોય છે. 


મિસ ઈન્ડિયા રહી છે ગુલ પનાગ-
ગુલ પનાગે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. જે બાદ તેણે મિસ ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. તેણે વર્ષ 1999માં મિસ ઈન્ડિયા અને મિસ બ્યુટીફુલનો ખિતાબ જીત્યો હતો. ગુલ પનાગે તેની સુંદર સ્મિત માટે મિસ બ્યુટીફુલ સ્માઈલનો ખિતાબ પણ જીત્યો છે. ગુલ પનાગે 2003માં ફિલ્મ ધૂપથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.