નવી દિલ્હીઃ ભારતમાં ઘણી એવી હત્યાની ઘટનાઓ છે જે ન માત્ર કોઈ શહેર કે જિલ્લામાં પરંતુ આખા દેશમાં ચર્ચાનો વિષય બની. આ હત્યાઓની ઘટના લાંબા સમય સુધી દરેક ન્યૂઝ ચેનલ્સ અને અખબારોમાં સામેલ થતી રહી. દેશવાસીઓને પણ આ હત્યાઓની ઘટનામાં નાનામાં નાની માહિતીઓ જાણવામાં રસ રહેતો. ભલે પછી તે આરૂષિ તલવાર હત્યા કેસ હોય કે જેસિકા લાલ હત્યા કાંડ.. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા ફિલ્મ મેકર્સે દેશના ચર્ચીત હત્યાની ઘટનાઓ પર ફિલ્મો બની. આ બધી ફિલ્મો કોમર્શિયલ એટલી સફળતા ન મેળવી પરંતુ વિવેચકોએ ભરપૂણ વખાણ કર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. નો વન કિલ્ડ જેસિકા
આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ડિરેકટ રાજકુમાર ગુપ્તાએ કરી હતી. ફિલ્મ 'નો વન કિલ્ડ જેસિકા' વર્ષ 1999ના જેસિકા લાલ હત્યાકાંડ પર આધારિત હતી. કોંગ્રેસ નેતા વિનોદ શર્માના પુત્ર મનુ શર્માએ દિલ્લીના ટૈમરિંડ કોર્ટ રેસ્ટોરન્ટમાં મદ્યરાત્રિએ જેસિકા લાલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ફિલ્મમાં વિદ્યા બાલન અને રાની મુખર્જી મુખ્ય પાત્રમાં હતા.



2.તલવાર
આ ફિલ્મ દેશના સૈૌથી ચર્ચિત આરૂષિ હત્યાકાંડ પર આધારિત છે. ફિલ્મ 'તલવાર' વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આરૂષિ હત્યાકાંડ વર્ષ 2008 નોઈડામાં થયો હતો. આ કેસમાં 13 વર્ષીય આરૂષિ અને નોકરની હત્યા થઈ હતી. ફિલ્મ 'તલવાર'માં મુખ્ય કલાકારમાં દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાન હતા. આ ફિલ્મને ડિરેકટ મેઘના ગુલઝારે કરી હતી.


3. નોટ અ લવ સ્ટોરી
આ ફિલ્મ નીરજ ગ્રોવરની મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે.  ફિલ્મ  'નોટ અ લવ સ્ટોરી' વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. નીરજ ગ્રોવર હત્યાકેસ વર્ષ 2008માં થયો હતો. બાલાજી ટેલિફિલ્મ્સના ક્રિએટિવ ડિરેકટર નીરજ ગ્રોવરની હત્યા તેની પ્રેમિકા અને અભિનેત્રી મારિયા સુસાયરાજે કરી હતી. નીરજની સાથે સાથે તેનું અફેયર જૈરોમ મૈથ્યું સાથે હતું અને બંને સાથે મળીને નીરજનું કાસળ કાઢી નાખ્યું. નીરજની હત્યા કરી બંનએ તેના મૃતદેહના ટુકડા કર્યા અને તેને સળગાવી દીધા હતા. ફિલ્મ 'નોટ અ લવ સ્ટોરી' ને ડિરેકટ રામગોપાલ વર્માએ કરી હતી.



4. અંકુર અરોરા મર્ડર કેસ
આ ફિલ્મમ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આંઠ વર્ષના બાળક પર આધારિત છે જેનું ઓપરેશન દરમિયાન ડોકટરોની બેદરકારીના કારણે મોત થાય છે. આ ફિલ્મમાં ઘટનાનો ખુલાસો ત્યારે થાય છે જ્યારે ડોકટરોની ટીમમાંથી એક ડોકટર મૃતક બાળકના માતાને હકીકત જણાવે છે. આ ફિલ્મને ડિરેકટ સુહૈલ તાતારીએ કરી હતી.



5. મંજુનાથ
આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. શણમુધમ મંજુનાથ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં સેલ્સ મેનેજર હતા. ભેળસેળ થતી હોવાના કારણે તેમણે ઉત્તર પ્રદેશના લખમીપુર ખીરી જિલ્લામાં આવેલા પેટ્રોલપંપને મહિનાઓ સુધી સીલ રાખ્યું. પંપ ખુલ્યા બાદ મંજુનાથ ત્યા સરપ્રાઈઝ ચેકિંગ માટે જાય છે અને સેમ્પલ લઈને પરત જાય છે ત્યારે તેની ગોળી મારીને હત્યા કરી દેવાય છે.