મુંબઈ : ભારતના ટોચના બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની ધમધોકાર તૈયારી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે  અંબાણીના મોટા દીકરા આકાશ અને શ્લોકા મહેતા આગામી મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે અને લગ્નનો સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આકાશ અને શ્લોકા 9 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે. લગ્નના ફંક્શન્સ મુંબઈમાં યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી પ્રમાણે લગ્ન પહેલા આકાશ અંબાણી બેચલર પાર્ટી આપશે. આ પાર્ટી 23થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઓ શામેલ થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે આ પાર્ટી માટે આકાશ અંબાણીના ખાસ મિત્ર કરણ જોહર અને રણબીર કપૂર સ્વિત્ઝરલેન્ડ જશે. આ પાર્ટી સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોર્ટિસમાં થશે.


આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની તારીખ જાહેર, હવે ગણતરીના દિવસોની જ વાર


આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બાળપણના મિત્ર છે અને બંનેએ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલન સ્કૂલ (DAIS)માં એક સાથે અભ્યાસ કર્યો છે. શ્લોકા મહેતા હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી છે. શ્લોકા મહેતા અને તેના પરિવારનું સ્વાગત કરવા માટે નીતા અંબાણીએ શ્લોકા અને આકાશ પર એક સુંદર કવિતા પણ લખી હતી. નીતા અંબાણીએ આ કવિતામાં આશા વ્યક્ત કરી હતી કે આકાશ અને શ્લોકા દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ નિભાવશે. ઈન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ નીતા અંબાણીએ પોતાની કવિતામાં આકાશ અને શ્લોકાના શાળાના દિવસોને યાદ કરતા અત્યાર સુધીના સફરની કહાની જણાવી હતી.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...