સલમાને ખાસ વ્યક્તિને પહેલીવાર બતાવી ભારત, નામ જાણીને લાગશે આંચકો
ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે.
મુંબઈ : સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ ભારત હવે ગણતરીના દિવસોમાં રિલીઝ થવાની છે ત્યારે માહિતી મળી છે કે આ ફિલ્મને સૌથી પહેલાં સલમાન ખાનની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રીએ જોઈ હતી. આ વિશે ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે માહિતી આપી છે મારો પહેલો પ્રયાસ હતો કે મારી ફિલ્મ પહેલાં કોઈ ટીનેજર જુએ. જો તેને આ ફિલ્મ ગમશે તો ચોક્કસ બધી જનરેશનને ગમશે. આ કારણે મેં મારી ફિલ્મ સૌથી પહેલાં અલિઝેહને દેખાડી હતી.
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન પોતાની ભાણેજ અલિઝેહ અગ્નિહોત્રીને દબંગ-3થી બોલિવૂડમાં લોન્ચ કરી શકે છે. અલિઝેહ એક્ટર અતુલ અગ્નિહોત્રી અને સલમાનની બહેન અલવીરાની દીકરી છે. દબંગ-3ને અરબાઝ ખાન પ્રોડ્યુસ કરવાનો હોવાથી આ ચર્ચામાં દમ હોવાની શક્યતા છે. જોકે બોલિવૂડ લાઇફને મળેલી એક્સક્લુઝિવ માહિતી પ્રમાણે હાલમાં સલમાનનો એવો કોઈ પ્લાન નથી. સલમાન પરિવારની દીકરી અલિઝેહને ભવ્ય બોલિવૂડ લોન્ચ આપવા માગે છે પણ આ પહેલાં તેની એક્ટિંગ અને અન્ય ટ્રેઇનિંગ ચાલી રહી છે. આલિઝેહ માટે યોગ્ય સ્ક્રિપ્ટની શોધ ચાલી રહી છે. દબંગ -3 હકીકતમાં ચુલબુલ પાંડેની સ્ટોરી હોવાથી એમાં અલિઝેહ માટે ખાસ કામ નથી.
ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે.