મુંબઈ : મહિનાઓથી ચાલી રહેલી લગ્નની ચર્ચા વિશે અત્યાર સુધી મગનું નામ મરી ન પાડનાર સોનમ કપૂર અને તેના પરિવારે આખરે લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. સોનમ અને આનંદ આહુજા 8 મેના દિવસે મુંબઈ ખાતે લગ્ન કરવાના છે. સોનમને તો આનંદ આહુજામાં પોતાનો મિસ્ટર રાઇટ મળી ગયો છે પણ આ પહેલાં તે પ્રેમસંબંધમાં નિષ્ફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે અને તેણે જાહેરમાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનમને એક્ટ્રેસ સીમી ગરેવાલના ચેટ શોમાં પોતાના પ્રેમસંબંધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેનો પહેલો બોયફ્રેન્ડ નેધરલેન્ડ્સનો હતો. આ ચેટ શોમાં સોનમે જણાવ્યું હતું કે તેની સાથે પણ છેતરપિંડી થઈ છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિણીત કે પ્રેમસંબંધમાં હોય એવા પુરુષો તેના માટે નથી. આનંદની પસંદગી કરીને સોનમે પોતાની વાત સાચી સાબિત કરી બતાવી છે. પ્રેમસંબંધ વિશેના પોતાના અનુભવ વિશે જણાવતા તેણે કહ્યું હતું કે મને ખબર છે કે દિલ તુટવાનું દુ:ખ કેવું હોય છે...હું એમાંથી પસાર થઈ શકું છું. હું જ્યારે કોઈને ડેટ કરી રહી હતી ત્યારે એક બીજી યુવતી વચ્ચે આવી હ તી. આ યોગ્ય નથી. આવો પુરુષ તમારા લાયક નથી. 


ગાંધીધામમાં ધમાલ : પોલીસ પર પથ્થરમારો થતા 7 કર્મીઓ ઘાયલ


સોનમ કપૂર પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજાને લાંબા સમયથી ડેટ કરી રહી છે. આનંદ આહુજા દિલ્હીનો એક મોટો બિઝનેસમેન છે. કપૂર અને આહુજા પરિવારે લગ્નની તારીખની જાહેરાત કરતા કહ્યું કે તેના માટે આ ખુશી અને ગર્વનો વિષય છે. લગ્ન 8 મેએ મુંબઈમાં થશે. અમે વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારોની પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે.