નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)નું આજે પરિણામ છે. આજે રાજકારણના દાવપેચ અનેક સેલિબ્રિટીઓનું ભવિષ્ય નક્કી કરશે. આજથી વર્ષો પહેલાં રાજકારણના આ અખાડામાં રામાયણમાં અનુક્રમે સીતા, રાવણ અને હનુમાનનો રોલ કરનાર દીપિકા ચિખલિયા, અરવિંદ ત્રિવેદી અને દારા સિંહએ ઝુકાવ્યું હતું. તેમણે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. હાલમાં આ રાજકારણીઓ અલગ જ દિશામાં કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારા સિંહ : રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનો રોલ કરીને છવાઈ જનાર એક્ટર દારા સિંહ 2003માં અટલ બિહારી બાજપાઈની સરકારમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. દારા સિંહ એવા પહેલા રાજકારણી હતા જે 2003થી 2009 વચ્ચે રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તેમનું 12 જુલાઈ, 2012ના દિવસે નિધન થયું હતું. 


દીપિકા ચિખલિયા : રામાયણમાં સીતાનો રોલ કરનાર દીપિકા વડોદરાથી ભાજપની ટિકિટ પર સાંસદ રહી હતી. દીપિકા એક્ટિંગ અને રાજનીતિ બંનેમાં લાંબી ઇનિંગ નહોતી રમી શકી અને હાલમાં પોતાની ફેમિલી લાઇફમાં વ્યસ્ત છે. 


નીતિશ ભારદ્વાજ : નીતિશ ભારદ્વાજા મહાભારતમાં શ્રીકૃષ્ણનો રોલ કરીને બહુ લોકપ્રિય થયા હતા. નીતિશ પણ ભાજપની ટિકિટ પર 1996માં ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા હતા જોકે તેમની આ ઇનિંગ બહુ લાંબી નહોતી ચાલી. નીતિશે મરાઠી ફિલ્મોથી ફરી એક્ટિંગ કરવાની શરૂઆત કરી હતી અને હાલમાં તેઓ એમાં જ સક્રિય છે. 


અરવિંદ ત્રિવેદી : અરવિંદ ત્રિવેદીએ રામાયણમાં રાવણનો રોલ કરીને લોકોના દિલ જીતી લીધા હતા. 1991માં એક્ટર અરવિંદ ત્રિવેદીએ ભાજપની ટિકિટ પર ગુજરાતની સાબરકાંઠા સીટ પરથી ચૂંટણી લડીને સાંસદ બન્યા હતા. 1996માં અરવિંદ ત્રિવેદીએ સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...