મુંબઈ : કરીના કપૂર ખાન એવી એક્ટ્રેસ છે જે સોશિયલ મીડિયા પર હાજર ન  હોવા છતાં સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં બોલિવૂડના લગભગ તમામ મોટા સ્ટાર્સ સોશિયલ મીડિયામાં હાજર છે પણ કરીના હજી આનાથી દૂર જ રહી છે. જોકે આમ છતાં કરીના ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર આવી જાય છે. તેની કોઈ તસવીર વાઇરલ થાય છે ત્યારે ટ્રોલર્સ એને ટાર્ગેટ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીના બહુ જલ્દી અરબાઝ ખાનના વેબ શો પિંચમાં જોવા મળશે. આ શોના ટીઝરમાં કરીના તેને ટાર્ગેટ કરીને કરવામાં આવેલા કેટલાક ટ્વીટ વાંચતી નજરે ચડે છે. કેટલીક ટ્વીટમાં કરીનાને આંટી કહેવામાં આવ્યું છે તો કેટલીક ટ્વીટમાં એને ઉંમર પ્રમાણે કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ટ્વીટ વાંચીને કરીને જબરદસ્ત રિસ્પોન્સ આપે છે. 


શાહરૂખની દીકરી સુહાનાનો ડાન્સ વીડિયો થયો વાઇરલ, 20 સેકંડમાં તમે પણ જોઈ લો


નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશના ભોપાલના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્દ્ર સિંહે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માંગણી કરી હતી કે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે. કોર્પોરેટરની એવી દલીલ હતી કે કરીના કપૂર ખાનને ઉમેદવાર બનાવવાથી ભાજપના આ ગઢમાં કોંગ્રેસ જીત મેળવી શકશે. આ અંગે ભોપાલ નગર નિગમના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્દ્ર સિંહે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. તેઓ ગુડ્ડુના નામથી મશહૂર મધ્ય પ્રદેશના નજસંપર્ક મંત્રી પી સી શર્માના નજીકના ગણાય છે. ચૌહાણે પોતાના પત્રમાં લખ્યું છે કે 2019ની ચૂંટણી આપણા માટે મહત્વપૂર્ણ છે. ભોપાલ લોકસભા બેઠક પર વર્ષોથી સતત ભાજપનો કબ્જો છે. આથી આ બેઠક માટે કરીના કપૂર યોગ્ય ઉમેદવાર સાબિત થશે.  જોકે આ મામલે કરીના કપૂરે આ અંગે જવાબ આપી દીધો છે. કરીના કપૂરે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચૂંટણી લડવાના અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. કોઈ પણ પાર્ટીએ ચૂંટણી લડવા અંગે મારો એપ્રોચ કર્યો નથી. કરીનાએ કહ્યું કે હાલ તો તેનું ધ્યાન માત્ર ફિલ્મો પર છે, રાજકારણ પર નહીં. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...