ન્યુજર્સીમાં યોજાશે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ
IGFF (International Gujarati Film Festival) એ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે જે 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન USAના ન્યુજર્સી ખાતે યોજાશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી ફિલ્મો ચમકે અને વિવિધ ઇન્ડસ્ટ્રીનું ગુજરાત તરફ ધ્યાન આકર્ષીત કરવા માટેનો પણ એક પ્રયાસ છે.
અમદાવાદ : IGFF (International Gujarati Film Festival) એ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે જે 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન USAના ન્યુજર્સી ખાતે યોજાશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી ફિલ્મો ચમકે અને વિવિધ ઇન્ડસ્ટ્રીનું ગુજરાત તરફ ધ્યાન આકર્ષીત કરવા માટેનો પણ એક પ્રયાસ છે.
અત્રે ઉલ્લેખીય છે કે, હાલમાં જ આવેલી 102 નોટ આઉટ કે જેમાં રૂષી કપુર અને અમિતાભે અભિનય કર્યો છે, તે ઉપરાંત ઓહ માય ગોડ અને ઓલ ઇઝ વેલ જેવી ઘણી ફિલ્મો ગુજરાતી નાટકો અને પટકથાઓ પરથી બની ચુકી છે. જો કે તેવા ઘણા સારા કલાકારો અને સારા પટકથા લેખકો છે જેનાથી બોલિવુડ અને આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીને પણ ઘણો જ ફાયદો મળી શકે છે. જેનાંથી ઘણો મોટા ફાયદો ગુજરાતી સિનેમાને મળવા ઉપરાંત નવી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પણ મળશે.
જો કે સૌપ્રથમ યોજાઇ રહેલ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનાં જ્યુરી સભ્યોમાં ગુજરાતી અને હિન્દી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય તેમને રાખ્યા છે. જેમાં અરૂણા ઇરાની, જય વસાવડા, અનુરાગ મહેતા અને મઘુ રાયનો સમાવેશ થાય છે.