નવી દિલ્હી: ભારતીય સિનેમા ઇંડસ્ટ્રી પર મોટાભાગે પુરૂષ પ્રધાન હોવાનો આરોપ લાગતો રહ્યો છે. એવું નથી કે આ આરોપ ખોટો છે પરંતુ તેને સંપૂર્ણપણે યોગ્ય કહેવું ઠીક નથી. કારણ કે આજે આ બી-ટાઉનમાં એવી ઘણી અભિનેત્રી ઉપલબ્ધ છે જે એક્ટિંગથી માંડીને કમાણી અને શૌહરત દરેક મામલે ઘણી અભિનેત્રીને પાછળ છોડી ચૂકી છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women's Day) છે. એવામાં અમે પણ જાણીએ છીએ કે બોલીવુડની કેટલીક એવી જ સુપરસ્ટાર્સ વિશે જેમણે બોલીવુડમાં પોતાનો ડંકો વગાડ્યો છે. તો આવો ફોર્બ્સ ઇન્ડીયાની જાહેર થઇ ગયેલી ટોપ 100 સેલેબ્સની લિસ્ટ દ્વારા જાણીએ આખરે કમાણીમાં મહિલા અભિનેત્રી કેટલી આગળ છે અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી કોણ-કોણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા ભટ્ટ- ક્યૂટેસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટ 2019માં સૌથી વધુ કમાણી કરનાર ભિનેત્રી બની.આલિયાની વાર્ષિક કમાણી 54.21 કરોડ રૂપિયા બતાવવામાં આવી. જેના લીધે હવે આલિયા નંબર 1 છે. 


દીપિકા પાદુકોણ- ફિલ્મ 'છપાક'થી પ્રોડ્યૂસર ડેબ્યૂ કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણે બીજા સ્થાન પર સ્થાન બનાવ્યું છે. કારણ કે 'છપાક'ની કમાણી બાદ તેમની વાર્ષિક આવક 43 કરોડ રૂપિયા દર્શાવી છે. 


અનુષ્કા શર્મા- અનુષ્કા શર્મા ભલે જ હાલ પડદાથી દૂર છે. પરંતુ ત્યારે પણ કમાણીના મામલે અનુષ્કા શર્મા ત્રીજા સ્થાને છે. આ વર્ષે પડદા પર તેમની એક પણ ફિલ્મ ન આવી છતાં પણ તેમની વાર્ષિક આવક 28.67 કરોડ રૂપિયા છે. 


કેટરીના કૈફ- 'સૂર્યવંશી'થી ધમાકો કરવા જઇ રહેલી અભિનેત્રી કેટરિના કૈફ આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. કેટરિનાની વર્ષ 2019માં સરેરાશ કમાણી 23.64 કરોડ રૂપિયા છે અને કેટરીના પોતાના બ્રાંડના બ્યૂટીની લોન્ચ બાદ ઝડપથી આ ગ્રાફમાં ઉપર જઇ રહી છે.
 
પ્રિયંકા ચોપડા- બોલીવુડથી હોલીવુડ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડાની વાર્ષિક કમાણી 23.4 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. તેના લીધે તે આ 23.4 કરોડ બતાવવામાં આવી છે. તેના લીધે આ યાદીમાં પાંચમા નંબર પર છે. જોકે કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો પ્રિયંકા બોલીવુડની સૌથી વધુ ધનિક અભિનેત્રી છે. 


આ યાદીમાં આગળ જોઇએ તો કંગના રનૌત, પરિણીત ચોપડા, માધુરી દીક્ષિત, જૈકલીન ફર્નાંડીસ અને સોનમ કપૂર પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube