ઓળખાણ પડી ? : આ એક્ટર મોં છુપાવીને દાખલ થયો ભારતમાં, કારણ કે...
આ એક્ટર લાંબા સમયથી ભારતની બહાર હતો
નવી દિલ્હી : પોતાની દમદાર એક્ટિંગ અને જબરદસ્ત અવાજથી બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવી ચુકેલો એક્ટર છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની કેન્સરની સારવાર માટે દેશની બહાર છે. ઇરફાનના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તેમજ સ્વાસ્થ્યના સમાચાર જાણવા માટે તલપાપડ છે. તેમના માટે એક સારા સમાચાર છે.
VIRAL VIDEO : સગાઈમાં છોકરીએ છોકરા સામે લગાવ્યા ધમાલ ઠુમકા, જોતા રહી ગયા લોકો
[[{"fid":"205807","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
મહિનાઓથી સારવાર માટે લંડન રહેલો ઇરફાન હાલમાં ભારત આવ્યો છે. તે મુંબઈ એરપોર્ટ પર મોં પર કપડું બાંધેલી હાલમાં ક્લિક થઈ ગયો હતો. ઇરફાનની ચાલવાની સ્ટાઇલ જોઈને લાગે છે કે તેની હેલ્થમાં સુધારો થયો છે. જોકે તેણે સારવાર માટે વારંવાર લંડન જવું પડે છે.
52 વર્ષનો ઇરફાન છેલ્લા 10 મહિનાથી લંડનમાં ન્યૂરો એન્ડોક્રાઇન ટ્યૂમરનો ઇલાજ કરાવી રહ્યો છે અને હાલમાં જ ભારત પરત આવ્યો છે. હાલમાં જ ઇલાજ દરમિયાન દિવાળી વખતે તે પાંચ દિવસ માટે ભારત આવ્યો હતો અને પરિવારને મળીને પરત ચાલ્યો ગયો હતો. ઇરફાનની છેલ્લી ફિલ્મ કારવાં 2018માં રિલીઝ થઈ હતી.