VIRAL VIDEO : સગાઈમાં છોકરીએ છોકરા સામે લગાવ્યા ધમાલ ઠુમકા, જોતા રહી ગયા લોકો 

આ વીડિયો સગાઈ વખતે બનાવવામાં આવ્યો છે

VIRAL VIDEO : સગાઈમાં છોકરીએ છોકરા સામે લગાવ્યા ધમાલ ઠુમકા, જોતા રહી ગયા લોકો 

નવી દિલ્હી : આમ તો વર્ષોથી લગ્નોમાં ડાન્સ કરવામાં આવે છે. જાનમાં લોકો ધમાકેદાર ડાન્સ કરીને એની મજા માણે છે પણ આજકાલ લોકોને નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડ પ્રમાણે વર અને વધૂ પણ બધાની સામે ડાન્સ કરે છે. પોતાના લગ્નમાં ડાન્સ કરતી દુલ્હનને તો ઘણાએ જોઈ હશે પણ હાલમાં ઇન્ટરનેટ પર પોતાની સગાઈમાં ડાન્સ કરતી એક દુલ્હનનો વીડિયો વાઇરલ બન્યો છે. 

આ વીડિયોમાં કપલ શાનદાર ડાન્સ કરે છે. આ વીડિયોમાં કપલ 1997માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ હીરો નંબર વનના ગીત સોના કિતના સોના હૈં પર જબરદસ્ત ડાન્સ કરે છે. આ ડાન્સ કરતી વખતે કપલ બહુ સ્વીટ લાગી રહ્યું છે. 

Manish Chaudhary નામની યુ ટ્યૂબ ચેનલ દ્વારા ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવેલા આ વીડિયો અત્યાર સુધી 460,866 લોકો જોઈ ચુક્યા છે. ગોવિંદા અને કરિશ્મા કપૂરનું આ ગીત બહુ ફેમસ થયું હતું અને આજે પણ ગીત સાંભળતા લોકો ડાન્સ કરવા લાગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news