મુંબઈઃ અભિનેતા ઇમરાન ખાનનું બુધવારે કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. હાલમાં તેમને ઇન્ફેક્શન થઈ ગયું હતું, જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ પહેલા શનિવારે તેમના માતાનું પણ નિધન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરફાનની સલામતીનુ દુવા ન  માત્ર તેમના સહ કલાકાર કરી રહ્યાં હતા, પરંતુ તેમના ફેન્સ પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં હતા. ઇરફાન ખાને આ પ્રેમ પોતાના કામ, પોતાના અભિનયથી મેળવ્યો હતો. તેમણે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કામથી દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી હતી. પરંતુ નવી પેઢીમાં તે વાત ઓછા લોકો જાણે છે કે ઇરફાન ખાને ફિલ્મોમાં આવ્યા પહેલા ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું, તેમણે મોટા પડદે આવતા પહેલા નાની સ્ક્રીન પર પોતાના અભિનયનો જાદૂ દેખાડ્યો હતો. આવો જાણીએ તેમની સીરિયલ વિશે...


બનેગી અપની બાત
90ના દાયકામાં બનેગી અપની બાત એક સુપરહિટ શો હતો જેણે પોતાની કહાનીથી દરેકનું દિલ જીત્યું હતું. આ સીરિયલ ઝી ટીવી પર દેખાડવામાં આવતી હતી, જે તે સમયે દેશની પ્રથમ સેટેલાઇટ ચેનલ હતી. આ શોમાં ઇરફાન ખાને એક આધેડ ઉંમરના પિતાની ભૂમિકા નિભાવી હતી. તેમના કામને જોઈને દરેક પ્રભાવિત થયા હતા. આ સીરિયલની સ્ટોરી સુપાતાએ લખી હતી, જેણે બાદમાં ઇરફાન સાથે લગ્ન કર્યાં હતા. આ શો ટીવી પર ચાર વર્ષ સુધી દર્શકોને મનોરંજન આપતો રહ્યો હતો. 


અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ

શ્રીકાંત
અભિનેતા ઇરફાન ખાને એક્ટર તરીકે સીરિયત ભારત એક ખોજની સાથે પર્દાપણ કર્યું હતું. પરંતુ ખરેખર તેમને ઓળખ મળી હતી સીરિયલ શ્રીકાંતની મદદથી, કારણ કે આ શો દ્વારા લોકોએ ઇરફાનની શાનદાર એક્ટિંગ જોઈ હતી. આ સીરિયલમાં ઇરફાને એક નેગેટિવ ભૂમિકા પ્લે કરી હતી. શોમાં ઇરફાન સિવાય ફારૂખ શેખ અને સુજાતા મેહતા જેવા કલાકારોએ કામ શરૂ કર્યું હતું. 


ચંદ્રકાંતા
ચંદ્રકાંતા સીરિયલનું કોન ફેન નહતું, આ સીરિયલે બાળકો, વૃદ્ધો બધાનું દિલ જીતી લીધું હતું. આ શાનદાર સીરિયલમાં ઇરફાન ખાનને પણ કામ કરવાની તક મળી હતી. તેમણે સીરિયલમાં ડબલ રોલ કર્યો હતો. તેઓ દર્શકોને બદ્રીનાથ અને સોમ નાથના રૂપમાં જોવા મળ્યા હતા. શોમાં ઇરફાનની કોમેડી પણ દર્શકોને જોવા મળી હતી. આ સીરિયલ દ્વારા ઇરફાન ખાનની જિંદગી હંમેશા માટે બદલી ગઈ હતી, કારણ કે આ ધારાવાહિકને કારણે તેમને બોલીવુડમાં પગ મુકવાની તક મળી હતી. 


જય હનુમાન
દૂરદર્શન પર પ્રસારિત થનારો શો જય હનુમાન પોતાના જમાનોમાં સુપરહિટ સાબિત થયો હતો. આ શોને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. તમે જાણીને ચોંકી જશે કે આ સીરિયલમાં ઇરફાને એક મહત્વની ભૂમિકા ભજવી હતી. શોમાં ઇરફાન મહર્ષિ વાલ્મીકિ બન્યા હતા. તેમના આ અંદાજને દર્શકોએ ખુબ પસંદ કર્યાં હતા. 


ચાણક્ય
ચાણક્ય સીરિયલ દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય બની હતી. આ શોએ લાંબા સમય સુધી લોકોના મગજ પર પોતાની છાપ છોડી હતી. આ શો સાથે જોડાયેલા તમામ કલાકારે સુંદર અભિનય કર્યો હતો. આ કડીમાં અભિનેતા ઇરફાન ખાને પણ ચાણક્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સેનાપતિ ભદ્રશીલ બન્યા હતા અને તેમના રોલને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube