રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાને લોકો કદાચ નામથી ઓછા અને અનુપમા અને અનુજના નામથી વધારે ઓળખે છે. આમ તો આ બંને કલાકારોએ અનેક ખ્યાતનામ સીરીયલોમાં કામ કર્યું છે પરંતુ સ્ટાર પ્લસ પર આવતી આ અનુપમા સીરિયલે બંનેને એક અલગ ઓળખ આપી છે. અનુપમા લાંબા સમયથી ટીઆરપી ટોપ બની રહ્યો છે. અનુપમા અને અનુજની જોડીને દર્શકો ખુબ પસંદ કરે છે. જો તમે પણ આ જોડીને પસંદ કરતા હોવ તો આ ખબર તમારા કામની હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલી ગાંગુલી સ્ટારર અનુપમા સીરિયલ વિશે એવી ચર્ચાઓ થઈ રહી છે કે બહુ જલદી અનુજ એટલે કે ગૌરવ ખન્નાની છૂટ્ટી છશે. જો તમે પણ આ સાંભળીને અકળાતા હોવ તો તમારે આ અહેવાલ  ખાસ વાંચવાની જરૂર છે. 


કેમ ઉડી વાતો?
ફેન્સ વચ્ચે એવી ચર્ચા નવા ટ્રેકના કારણે થઈ રહી છે. વાત જાણે એમ છે કે અનુપમા સીરિયલમાં હાલ દેખાડવામાં આવી રહ્યું છે કે જ્યાં અનુપમા પોતાના જીવનની નવી શરૂઆત કરવાની કોશિશ કરી રહી છે ત્યાં અનુજ મુંબઈમાં તેની પુત્રી પાસે છે. અનુપમાના આ હાલના ટ્રેકને જોતા લોકોને એવું લાગે છે કે જલદી શોના મેકર્સ અનુજ એટલે કે ગૌરવ ખન્નાનું પત્તું સાફ કરશે અને સમગ્ર શો અનુપમા પર કેન્દ્રીત થશે. 


OMG! ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા યુવતી મોબાઈલ ગળી ગઈ, પછી જે થયું...


જ્યારે હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા! દર્શન માટે ઉમટી ભીડ


25 વર્ષથી એક્ટર અને 35 વર્ષથી ગાયબ છે એક્ટ્રેસ, શોધી રહ્યો છે પરિવાર પણ ન મળી સફળતા


ગૌરવ ખન્ના શો છોડશે?
લોકો એ જાણવા માટે બેતાબ છે કે શું ખરેખર અનુજ શો છોડશે? તો તમને જણાવીએ કે 'અનુપમા'માંથી અનુજ ક્યાંય જવાનો નથી. ટેલી ચક્કરના એક રિપોર્ટમાં અભિનેતા સંલગ્ન એક સૂત્રએ જણાવ્યું છે કે તેઓ શો છોડી રહ્યા નથી અને આગળ પણ અનુપમાનો ભાગ રહેશે. તેના પરફોર્મન્સને દર્શકો ખુબ પસંદ કરે છે. 


આ છે કારણ
જો કે એવું પણ કહેવાઈ રહ્યું છે કે ગૌરવ ખન્ના પોતાની રિયલ વાઈફ સાથે સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લેવાના છે. જેના કારણે તે શો ચાલુ રાખી શકશે નહીં. આ કારણ છે કે મેકર્સ કહાનીમાં ટ્વિસ્ટ લાવી રહ્યા છે. જો કે હજુ સુધી મેકર્સ તરફથી આ અંગે કોઈ રિએક્શન આવ્યું નથી કે અભિનેતા તરફથી પણ નથી આવ્યું. આશા રાખીએ આવું જ કઈંક હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube