નવી દિલ્હીઃ બોલીવુડના દબંગ ખાન સલમાન (Salman Khan) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હવે સલમાન પોતાની નવી મિત્ર સામંથા લોકવુડ  (Samantha Lockwood) ને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પાછલા દિવસોમાં વિદેશી મોડલ સામંથા લોકવુડ (Samantha Lockwood) ની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન ખાનની સાથે સામંથાની તસવીર થઈ વાયરલ
આ તસવીરોમાં સામંથા સુંદર લાગી રહી છે. પરંતુ એક તસવીરે સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું છે તે છે સલમાન ખાનની સાથેની તસવીર. એક તસવીરમાં સલમાન અને સામંથાને સાથે જોઈને લોકોએ અટકળો લગાવવાની શરૂ કરી દીધી કે બંને મિત્રો વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.