શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને નશામાં ધૂત થઈને એરપોર્ટ પર કર્યું `ગંદુ કામ`? જાણો શું છે હકીકત
ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે જેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ગણતરીની પળોમાં વાયરલ થઈ જાય છે. અનેકવાર આવા વાયરલ વીડિયોને કારણે લોકોને પોતાની છબી ખરાબ થવાનો ડર પણ લાગે છે.
નવી દિલ્હી: ક્યારેક એવી ઘટનાઓ ઘટે છે જેના વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ગણતરીની પળોમાં વાયરલ થઈ જાય છે. અનેકવાર આવા વાયરલ વીડિયોને કારણે લોકોને પોતાની છબી ખરાબ થવાનો ડર પણ લાગે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. આ વીડિયોમાં એક છોકરો એરપોર્ટ પર ટોઈલેટ કરતો જોવા મળે છે. વાયરલ પોસ્ટમાં દાવો કરાયો છે કે આ છોકરો બીજો કોઈ નહીં પરંતુ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન છે. જાણો આ વાયરલ વીડિયોનું સત્ય...
નશામાં જોવા મળ્યો યુવક
આ વાયરલ વીડિયોમાં જે યુવક જોવા મળે છે તેણે ડેનિમ જીન્સની સાથે ક્રીમ કલરની ફૂલ સ્લીવ ટી-શર્ટ પહેરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફનો એક વ્યક્તિ તેને કઈક કહે છે અને તેનો હાથ પકડી લે છે. ત્યારબાદ તે વ્યક્તિ તેનો હાથ છોડી દે છે અને તે યુવક લથડિયા ખાતો ચાલવા લાગે છે. જેને જોઈને સ્પષ્ટપણે લાગે છે કે તે યુવક નશામાં ચૂર છે.
જીવની જેમ સાચવે છે સલમાન ખાન પોતાનું બ્રેસલેટ, સાતવાર બદલવો પડ્યો પથ્થર, કારણ જાણવા જુઓ Video
અચાનક કરવા લાગ્યો ટોઈલેટ
વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક અચાનક પેન્ટ ઓપન કરીને એરપોર્ટ પર જ ટોઈલેટ કરવા લાગે છે. જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ જાય છે. આમ કરતા તેને ગ્રાઉન્ડ સ્ટાફનો કર્મી રોકે છે.
જાણો કેમ આર્યન ખાનનું નામ જોડાયું?
હકીકતમાં વીડિયોમાં જે યુવક જોવા મળી રહ્યો છે તેના હાવભાવ, હેરસ્ટાઈલ અને કપડાં પહેરવાની સ્ટાઈલ પણ અદ્દલ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન જેવી છે. જેના કારણે લોકો તેને આર્યન ખાન સમજી રહ્યા છે. પરંતુ આ સત્ય નથી.
જાણો વાયરલ વીડિયોનું સત્ય
આ વીડિયો લગભગ 9 વર્ષ જૂનો છે. વીડિયોમાં જોવા મળી રહેલા યુવકનું નામ બ્રોન્સન પેલેટિયર(Bronson Pelletier) છે જે 2009-12 માં ‘The Twilight Saga’ સિરીઝની 4 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ડિસેમ્બર 2012ની આ ઘટનાનો ઉલ્લેખ બ્રોન્સન પેલેટિયરે પોતાના વિકિપિડિયામાં પણ કર્યો છે. આ બનાવ બાદ તેને 2 વર્ષ માટે પ્રોબેશનમાં પણ મોકલવામાં આવ્યો હતો. એટલે કે તેનાથી સાબિત થાય છે કે આ વાયરલ વીડિયમાં જોવા મળી રહેલો વ્યક્તિ આર્યન ખાન નહીં પરંતુ અભિનેતા બ્રોન્સન પેલેટિયર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube