ઇશા કોપ્પીકરનો મોટો ધડાકો, લીધો જીવનની દિશા બદલી નાખતો નિર્ણય
ઇશા કોપ્પીકર લાંબા સમયથી ફિલ્મી પડદે જોવા નથી મળી
નવી દિલ્હી : ફિલ્મ એક્ટ્રેસ ઇશા કોપ્પીકર હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સભ્ય બની ગઈ છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઇશાને પક્ષની સભ્ય બનાવી દીધી છે. આ પ્રસંગે બીજેપીના અનેક ટોચના નેતાઓ હાજર હતા. આ પ્રસંગે ઇશાને બીજેપીની મહિલા ટ્રાન્સપોર્ટ વિંગની કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી છે.
રિશી કપૂરે પોતાના સ્વાસ્થ્ય વિશે કરી મોટી જાહેરાત
ઇશાએ બોલિવૂડમાં 'ફિઝા' (2000), 'પ્યાર ઇશ્ક મોહબ્બત' (2001), 'કંપની' (2002), 'કાંટે' (2002), 'દિલ કા રિશ્તા' (2003), 'ડરના મના હૈ' (2003), 'ક્યા કુલ હૈં હમ' (2005) સહિત અનેક તામિલ, તેલુગુ, કન્નડ તેમજ મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે.