Jacqueline Fernandez Summoned By Delhi Court: બોલીવુડ ફિલ્મ સ્ટાર જેક્લીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અભિનેત્રીએ દિલ્હીની એક કોર્ટમાં સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. દિલ્હી કોર્ટે સુકેશ ચંદ્રશેખરને 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ ચાર્જશીટ બાદ સમન્સ જાહેર કર્યું. ઈડીએ તેમની તપાસમાં જેક્લીન ફર્નાન્ડીઝને પણ એક આરોપી ગણી હતી. જે બાદ એક્ટ્રેસ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે ઇડીની આ ચાર્જશીટ પર ધ્યાન આપતા અભિનેત્રીને દિલ્હી પટિયાલા કોર્ટે 26 સપ્ટેમ્બરના હાજર થવા આદેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં, આ દરમિયાન દિલ્હીની પટિયાલા કોર્ટમાં દિલ્હી પોલીસની આર્થિક વિંગનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે કોર્ટમાં જણાવ્યું કે આ મામલે જેક્લીન ફર્નાન્ડીઝને 12 સપ્ટેમ્બરના દિવસે દિલ્હી પોલીસ પણ પૂછપરછ માટે સમન્સ મોકલી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂત્રના અહેવાલથી સમાચાર મળ્યા છે કે ઇડીએ જેક્લીન ફર્નાન્ડીઝને એકઠી કરવામાં આવેલી રકમની બેનિફિશિયરી માની છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ઇડીનું માનવું છે કે, એક્ટ્રેસને ખબર હતી કે સુકેશ ચંદ્રશેકર મની લોન્ડરિંગ કરી રહ્યો છે. તે સતત સુકેશ ચંદ્રશેખર સાથે વીડિયો કોલ્સ દ્વારા સંપર્કમાં હતી. જ્યારે સુકેશ ચંદ્રશેખરે પણ આ વાતને સ્વીકાર્યું છે કે તેણે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને મોંઘી ભેટ આપી હતી.


આ પણ વાંચો:- દિશા અને ટાઈગરના બ્રેકઅપનો ખુલ્યો ભેદ, જાણો કેમ બંને વચ્ચે આવ્યો રિલેશનશીપનો અંત


ઇડીએ કરી છે જેક્લીન ફર્નાન્ડીઝની સઘન તપાસ
તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ ઇડીની તપાસમાંથી પસાર થઈ છે. જે બાદ એક્ટ્રેસની લગભગ 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેમાં એક 7.12 કરોડ રૂપિયાની એક એફડી હતી. સાથે જ 15 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ સતત એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ પર કાયદાકીય શિકંજો કસાતો જઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube