આખરે પોતાના બર્થડે પર કેમ ઉદાસ છે Jacqueline Fernandez, શેર કરી મનની વાત
બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે.
નવી દિલ્હી: બોલીવુડની જાણિતી સુંદર અભિનેત્રી જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)નો આજે જન્મદિવસ છે. જૈકલીન ફર્નાંડીઝ 35 વર્ષની થઇ ગઇ છે અને બોલીવુડ ઇંડસ્ટ્રીમાં લગભગ 10 વર્ષથી પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી રહી છે. 11 ઓગ્સ્ટ 1985માં જૈકલીન ફર્નાંડીઝનો જન્મ બહરીનમાં થયો હતો. જૈકલીન ફર્નાંડીઝએ પોતાનો જન્મદિવસ એકલા જ ઉજવ્યો અને આ દરમિયાન તેમને પોતાના પરિવારની ખૂબ યાદ આવી.
જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)એ કહ્યું કે ''આ વખતે જન્મદિવસને સેલિબ્રેટ કરવાનો કોઇ પ્લાન ન હતો. દિવસમાં હું વર્ચુઅલી મારા સંબંધીઓ સાથે મુલાકાત કરી. ઘરે રહી-રહીને મને મારા પરિવારની ખૂબ યાદ આવી, એવામાં તેમની સાથે એક સારો સમય પસાર કરવો મારા માટે સારું રહેતું. તેમણે આગળ કહ્યું કે 'પરંતુ અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ, આપણે વીડિયો કોલ દ્વારા કામ ચલાવવું પડશે. આશા કરું છું કે જલદી જ હું મારા માતા-પિતા અને ભાઇ-બહેનોને મળી શકું અને તેમને ગળે લગાવી શકું.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube