સારા કરતા આગળ નીકળવા જાન્હવીએ ભર્યુ મોટું પગલું, શ્રીદેવી જીવતી હોત તો તેને થયું હોત દુખ
હાલમાં બોલિવૂડમાં અનેક નવા ચહેરાઓ લોન્ચ થઈ રહ્યા છે પણ એમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે શ્રીદેવીની મોટી દીકરી જહાન્વી કપૂર અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાન
મુંબઈ : હાલમાં બોલિવૂડમાં અનેક નવા ચહેરાઓ લોન્ચ થઈ રહ્યા છે પણ એમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે શ્રીદેવીની મોટી દીકરી જહાન્વી કપૂર અને સૈફ-અમૃતાની દીકરી સારા અલી ખાન. જહાન્વીની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઈ ગઈ છે અને હાલમાં તેને કરણ જોહર પ્રોડક્શનની આગામી ફિલ્મ 'તખ્ત' માટે સાઇન કરવામાં આવી છે. સામા પક્ષે સારાની પહેલી ફિલ્મ 'કેદારનાથ' 7 ડિસેમ્બરે અને બીજી ફિલ્મ 'સિંબા' 28 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. જહાન્વીની પહેલી ફિલ્મને સારી સફળતા મળી છે પણ સારાની ફિલ્મોએ છાપરફાડ સફળતા મેળવી છે. આમ, પહેલાં રાઉન્ડમાં જહાન્વી કરતા સારા વધારે દમદાર સાબિત થઈ છે.
સારા અને જહાન્વી બંને એકબીજાની બહુ સારી મિત્ર છે અને હાલના તબક્કે તેમની વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધાના ભાગરૂપે જ તાજેતરમાં જહાન્વીએ બહુ મોટો નિર્ણય લઈ લીધો છે અને આ નિર્ણય છે તેના લાંબા વાળ કાપવાનો. પોતાના વાળને કપાવ્યા બાદ જાન્હવીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તે બ્રાઇટ યલો કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી. વીડિયોમાં જાન્હવીએ કહ્યું કે તેણે વાળ કપાવ્યા હોવાથી તેના પિતા તેના પર ગુસ્સે થશે પરંતુ મેગેઝિનના ફોટો માટે તેણે વાળ કપાવી નાખ્યા છે. નોંધનીય છે કે શ્રીદેવીને પણ લાંબા વાળ બહુ જ ગમતા હતા અને તેણે ફિલ્મો માટે વિગ પહેરી છે પણ વાળને ક્યારેય કપાવ્યા નથી.
હાર્દિક અને રાહુલ છે બદમાશ કંપની, કોફી વિથ કરણમાં ખુલશે વિચાર્યા ન હોય એવા રાઝ
મેગેઝિનના કવર પર પણ જાન્હવી ખુબસુરત અંદાજમાં જોવા મળી. થોડા દિવસ પહેલા જ જાન્હવી પોતાની બહેન ખુશી કપૂર, અંશુલા કપૂર, ભાઇ અર્જુન કપૂર અને પિતા બોની કપૂર સાથે સિંગાપોરમાં વેકેશન માણી પરત ફરી છે. જેની તસવીરો જાન્હવીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.