નવી દિલ્હી : શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરની પહેલી ફિલ્મ 'ધડક' આ વર્ષે 20 જુલાઈના દિવસે રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં જાન્હવીની સાથે ઇશાન ખટ્ટર પણ જોવા મળશે. હાલમાં આ બંને પોતાની પહેલી ફિલ્મના પ્રમોશન માટે અલગઅલગ શહેરમાં ફરી રહ્યા છે. પ્રમોશન દરમિયાન બંનેનો અલગ અને બિંદાસ અંદાજ જોવા મળ્યો્ છે. હાલમાં 'ધડક'ના પ્રમોશનનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ રહ્યો્ છે. આમાં, જાન્હવી કપૂર 'ઝિંગાટ' સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...