નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનું કહેવું છે કે, મહિલાઓના સ્વાભવિક રૂપને દેખાળવા માટે વધુ પાત્રો હોવા જોઈએ. જેમ કે ‘કબીર સિંહ’ અને ‘જોકર’ની ફીમેલ વર્ઝન. જાહ્નવીએ કહ્યું કે, સમય બદલાઇ રહ્યો છે. પરંતુ મને હજી પણ લાગે છે કે, આપણને મહિલાઓ માટે થોડી ઓછી ભૂમિકાની જરૂરિયાત છે. આ વિશે હું સૌથી સારું પાત્ર વિશે વાત કરું, તો હું નૂતનજીની ‘બંદિની’ વિશે વિચારી રહી છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:-  પોતાના ડાન્સથી આ છોકરીએ YouTube પર મચાવ્યો કહેર, આ Videoના ક્રેઝી થયા લોકો


તેણે વધુમાં કહ્યું, ‘મહિલાઓના સ્વાભાવિક રૂપને જોવા માટે વધુ પાત્રા હોવા જોઇએ. એવા પાત્રની વાત કરીએ તો ‘કબીર સિંહ’ અને ‘જોકર’ના ફિમેલ વર્ઝન.’ ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રીએ તેના આ વિચાર જિયો મમી મૂવી મેલા વિથ સ્ટારમાં એક વાતચીત દરમિયાન કહ્યું હતું.


આ પણ વાંચો:-  'ડ્રીમ ગર્લ' બનીને છવાયા આયુષ્માન ખુરાના, Box Office પર બનાવ્યો નવો રેકોર્ડ


જ્યારે તેને પુછવામાં આવ્યું કે, એક્ટિંગમાં તેને સૌથી વધારે શું સારૂ લાગે છે, તેના જવાબામાં તેણે કહ્યું કે, કેમેરાની આગળ રહેવાથી હું ખુશી અનુભવું છું. મને યાત્રા કરવી અને કામ દમિયાન મળતા અનુભવો મને ખુબજ પસંદ છે. તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર આજકાલ તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ (Gunjan Saxena: The Kargil Girl)' માં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા જાહ્નવી એક બહાદુર પાઇલટની વાર્તા મોટા પડદે લાવી રહી છે. આ ફિલ્મ કરણ જોહરની ધર્મ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે.
(ઇનપુટ આઇએએનએસથી પણ)


જુઓ Live TV:- 


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...