માતાની સાડી પહેરીને જાન્હવી ચર્ચામાં, શ્રીદેવીએ ક્યારે પહેરી હતી તે ખાસ જાણો
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દિવંગત માતાને મળેલા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડને લેવા માટે જાન્હવી કપૂર શ્રીદેવીને એક ખાસ સાડી પહેરીને આવી હતી. આ સાડી શ્રીદેવીએ ખાસ પ્રસંગે પહેરી હતી.
નવી દિલ્હી: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દિવંગત માતાને મળેલા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડને લેવા માટે જાન્હવી કપૂર શ્રીદેવીને એક ખાસ સાડી પહેરીને આવી હતી. આ સાડી શ્રીદેવીએ ખાસ પ્રસંગે પહેરી હતી. શ્રીદેવીની આ સાડી કાંજીવરમ સિલ્કની સાડી છે જેને જાન્હવીએ માતાને મળી રહેલા સર્વોચ્ચ સન્માન માટે પસંદ કરી. સાડીમાં જાન્હવી બિલકુલ માતા જેવી સુંદર અને પ્યારી લાગી રહી હતી. જાન્હવીની આ સાડીમાં તસવીરો ઈન્ટરનેટ પર ખુબ ધુમ મચાવી રહી છે. જો કે આ સાથે સાથે શ્રીદેવીએ આ સાડી પહેરી હતી કે પ્રસંગની પણ તસવીર વાઈરલ થઈ રહી છે. શ્રીદેવીને ગુરુવારે ફિલ્મ મોમ માટે બેસ્ટ એક્ટ્રેસ માટે મરણોપરાંત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવી.
આ અવસરે જાન્હવી પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે સન્માન સમારોહમાં ગઈ હતી. પુરસ્કાર લેવા માટે આ ત્રણેય એક સાથે મંચ પર ગયા હતાં અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે પુરસ્કાર મેળવ્યો હતો. આ એવોર્ડ મેળવ્યાં બાદ પરિવાર ખુબ ભાવુક થઈ ગયો હતો. બોની કપૂરે પોતાની સંવેદનાઓ ત્યારબાદ વ્યક્ત પણ કરી હતી. શ્રીદેવી અને જાન્હવીની આ સાડીમાં તસવીરો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. શ્રીદેવીએ આ સાડી ક્યાં પહેરી હતી તે અહીં તમને જણાવીશું.
શ્રીદેવીએ આ સાડી સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર રામચરણ તેજાના લગ્ન પ્રસંગે પહેરી હતી. જ્યાં તે પતિ બોની કપૂર સાથે લગ્નમાં સામેલ થઈ હતી. કાંજીવરમ સિલ્કની આ સાડીમાં તે કમાલની સુંદર લાગી રહી હતી. શ્રીદેવી પુત્રી જાન્હવીની ડેબ્યુ ફિલ્મ ધડકને લઈને ખુબ જ ઉત્સાહિત હતી. આ માટે તે દરેક સમયે પુત્રીની સાથે રહેતી હતી અને તેનું માર્ગદર્શન કરતી હતી. નિધન થયું તે સમયે પણ તે દુબઈમાં ભાણીયા મોહિત મારવાહના લગ્ન બાદ ખાસ જાન્હવી માટે શોપિંગ કરવા રોકાઈ હતી. કારણ કે થોડા દિવસોમાં જાન્હવીનો જન્મદિવસ આવી રહ્યો હતો.