Taarak Mehta Ka Ooltah Chashmah Upcoming Episode: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દીથી હવે મોટો ટ્વસ્ટિ આવનાર છે. જોકે, જેઠાલાલની અમેરિકા જવાના અહેવાલ જ્યારથી મળ્યા છે, ત્યારથી દરેક લોકો ખુશ દેખાઈ રહ્યા છે. જ્યારે ગડા પરિવારની ખુશીઓની તો વાત જ થાય એમ નથી. પુરી તૈયારી બાદ હવે જેઠાલાલ અમેરિકા જવા માટે એકદમ તૈયાર છે પરંતુ શું ગોકુલધામ સોસાયટીમાં હવે કંઈક ખરાબ થવા જઈ રહ્યું છે? શું જેઠાલાલ અમેરિાકા જશે ત્યારબાદ કોઈ મોટું સંક્ટ આવશે? હાલ તો શોનો નવો પ્રોમો જોઈને એવું લાગી રહ્યું છે કે સોસાયટીમાં કંઈક ખરાબ થનાર છે. 


ભૂતથી ડર્યા બાપુજી
જી હા... ગોકુલધામ સોસાયટીમાં ભૂત.  પહેલા પણ સોસાયટીમાં જ્યારે જ્યારે ભૂતનો છાયો મંડરાયો ત્યારે સોસાયટીના રહીશોની હાલત ખરાબ થઈ ગઈ હતી અને હવે એકવાર ફરીથી એવું કંઈક જોવા મળવાનું છે. જેઠાલાલ અમેરિકા ચાલ્યા ગયા છે. દયાબેન પહેલાથી જ અમદાવાદમાં છે અને ટપ્પૂ અભ્યાસ માટે મુંબઈની બહાર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube