VIDEO: રિલીઝ થતા જ છવાઈ ગયું `ઝલક દિખલા જા` રિલોડેડ વર્ઝન, લાખો લોકોએ જોયું ગીત
ઈમરાન હાશમીની એક્ટિંગ અને હિમેશ રેશમિયાના અવાજમાં ધમાલ મચાવવા માટે જૂનું ગીત નવા સ્વરૂપમાં આવી ગયું છે. જે રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધુ છે.
નવી દિલ્હી: બોલિવૂડ(Bollywood) માં એકવાર ફરીથી જૂના હિટ ગીતોને રીમિક કરવાના હોડ જામી છે. દરરોજ કોઈ જૂનું ગીત નવા રંગરૂપમાં જોવા મળે છે. આ જ રીતે હવે ઈમરાન હાશમીની એક્ટિંગ અને હિમેશ રેશમિયાના અવાજમાં ધમાલ મચાવવા માટે જૂનું ગીત નવા સ્વરૂપમાં આવી ગયું છે. જે રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં લાખો લોકોએ જોઈ લીધુ છે.
આજે ઈમરાન હાસમી અને ઋષિ કપૂર સ્ટારર ફિલ્મ ધ બોડીનું ગીત ઝલક દીખલા જા રીલોડેડ રિલીઝ કરવામાં આવ્યું. આ જૂના ગીત ઝલક દિખલા જાનું રીમિક વર્ઝન છે. ગીત જબરદસ્ત મ્યૂઝિક સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. પરંતુ આ ગીતની ફ્લેવર બિલકુલ જૂના ગીત જેવી જ છે.
જુઓ ગીતનો VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube