જયપુર: કાળિયાર કેસમાં જોધપુરની સત્ર કોર્ટે આજે (શુક્રવારે) સલમાન ખાનની જામીન અરજી પર સુનવણી કરશે. ગુરૂવારે જોધપુરની સીજેએમ કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવી હતી, જ્યારે 10 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. ત્યારબાદ સલમાન ખાનના વકીલો દ્વારા સેશંસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહે છે નિયમ
સીઆરપીસીના નિયમ મુજબ કોઇપણ દોષીને જો ત્રણ વર્ષથી વધુ સજા ફટકારવામાં આવે છે તો ફક્ત સેશંસ કોર્ટ જ તેને જામીન આપી શકે છે. સેશંસ કોર્ટમાં જામીન અરજી દરમિયાન જજમેંટની કોપી લગાવવાની હોય છે. ગુરૂવારે ચૂકાદા બાદ સલમાન ખાનના વકીલો પાસે એટલો સમય ન હતો કે તે કોપી લઇને સબમિટ કરી શકે, જોકે કોર્ટે જામીન અરજી પર સુનવણી માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો હતો. તમને જણાવી દઇએ કે શુક્રવારે સલમાન ખાનની જામીન અરજી પર ફેંસલો નથી આવતો તો તેને જેલમાં જ રહેવું પડશે. જો સેશંસ કોર્ટ આજે સલમાનની જામીન અરજી નકારી કાઢે તો સલમાન ખાન હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. 


સલમાનની આંખમાંથી સરી પડ્યા હતા આંસૂ
ગુરૂવારે જોધપુર કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ કોર્ટરૂમમાં સલમાન ખાન ભાવુક થઇ ગયા હતા અને તેમની આંખોમાં આંસૂ આવી ગયા હતા. કોર્ટરૂમમાં હાજર સલમાનની સાથે બેઠેલી તેમની બહેન અલવીરાએ સલમાનને ચશ્મા પહેરાવ્યા હતા. આ દરમિયાન સલમાન સાથે-સાથે તેમની બહેનો અલવીરા અને અર્પિતા રડી પડી હતી. રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનને બહેન અલવીરાએ એંટી ડિપ્રેશનની દવા આપી હતી. 



સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રેને મુક્ત કર્યા
કાળિયાર કેસમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ હતો. આ સ્ટાર્સને 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ મથક વિસ્તારના કાંકાણી ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓને કોર્ટે જણાવ્યું હતું કે સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો તે સમયે બધા આરોપીઓ જિપ્સી ગાડીમાં સવાર હતા. કેસનો ચૂકાદો સંભળાવતાં કોર્ટે કહ્યું હતું કે આ વાતના નક્કર પુરાવા નથી કે સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રેએ કાળિયારનો શિકાર કર્યો હતો, એટલા માટે તેમને છોડી મુકવામાં આવે છે. 


જેલ પહોંચતાં પહેલાં પિતા સાથે કરી વાતચીત
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જેલના સળિયા પાછળ કેદ થતાં પહેલાં સલમાન ખાને પોતાના પિતા સલીમ ખાન સાથે વાતચીત કરી હતી. સલમાને જોધપુર જેલમાં પહોંચતાં સૌથી પહેલાં તેમનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. રાત્રે સલમાનને ચાર ધાબળા આપવામાં આવ્યા.