Oscar Award: ઓસ્કર એવોર્ડ એ દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત અવોર્ડ ગણાય છે. આ અવોર્ડ મેળવવા માટે દિગ્ગજ કલાકારો આખી જિંદગી કાઢી નાંખે છે. જોકે, તેમ છતાં દરેકનું આ સપનું સાકાર નથી થતું. ત્યારે ઘણાં લોકોનું તો આ અવોર્ડ સમારોહમાં પહોંચવાનું પણ સપનું હોય છે. એવામાં એક એવો અભિનેતા જેની દુનિયા દિવાની છે. કારણકે, આ માત્ર અભિનેતા નથી એક મહાન રેસ્લર પણ છે તેણે ભારે ચર્ચા જગાવી. જીહાં અહીં વાત થઈ રહી છે હોલીવુડના સુપરસ્ટાર અને સુપર રેસ્લર જોન સીનાની. ડબલ્યુ ડબલ્યુ ઈ ના સુપર રેસ્લર જોન સીના કરોડો દિલો પર રાજ કરે છે. તેણે એવી હરકત કરી જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપડાં વગર સ્ટેજ પર આવી ગયા
ફિલ્મોમાં કોસ્ચ્યુમનું મહત્વ બતાવવા માટે તેઓ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનનો એવોર્ડ આપતી વખતે કપડા વગર સ્ટેજ પર આવ્યા હતા. ઓસ્કાર હોસ્ટ જિમી કિમેલે તેમને થોડો સાથઆપ્યો અને વીડિયો તરત જ વાયરલ થઈ ગયો. હવે લોકોના મનમાં સવાલ આવી રહ્યો છે કે શું જોન સીના ખરેખર કપડા વગરના હતા?


1974ના ઓસ્કારની યાદ અપાવી
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે જિમી કિમેલે 1974ના ઓસ્કારની યાદ અપાવી, જ્યારે એક વ્યક્તિ કપડાં વિના સ્ટેજ પર આવી ગયો હતો અને પ્રેજેંટર ડેવિડ નિવેનને પરેશાન કરી દીધા હતા. થોડીવાર ઉભા રહ્યા બાદ જોન સીનાએ પડદાની પાછળથી ડોકિયું કર્યું અને કહ્યું કે તેણે તે ઘટના ફરીથી કરવાનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે. જોનને વિનરના નામવાળું કવર આપતાં કિમેલને ગુસ્સામાં કહ્યું "તમે સૌથી ખરાબ છો." 


અચાનક બહાર આવ્યા જોન સીના
જોન કવરને કપડાંની માફક ઉપયોગ કરતાં ધીમે ધીમે પડદાની પાછળથી નિકળીને માઇક પાસે આવ્યા. જ્યાં ઓસ્કર થાય છે. ડોલ્બી થિયેટરની અંદર અને બહાર, ત્યાં દરેક જણ હસતા હતા. જ્યારે લાઇટ ઝાંખી પડી, ત્યારે તેમણે નોમિનેટેડ લોકોના નામ વાંચ્યા. 


બાદમાં સ્ટેજ પર પહેર્યું ગાઉન
જ્યારે લાઇટ પાછી આવી, ત્યારે જોન અચાનક બનેલી ટોગા જેવું ગાઉન પહેરેલા જોવા મળ્યા. જીમી કિમેલ તેમને આ ગાઉન પહેરવામાં મદદ કરી રહ્યા હતા. હોલમાં ખૂબ  હસ્યા બાદ જ્હોન સ્ટેજ છોડીને જતા રહ્યા. પણ શું રેસલર-એક્ટર કંઇપણ પહેર્યા વિના નિકળી ગયા? એવોર્ડ શોની આ બેકસ્ટેજ તસવીર જણાવે છે કે તેમણે હકિકતમાં નાનકડું કપડું પહેર્યું હતું, જે ફિલ્મોમાં નજીકના સીન શૂટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 


લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આજે 96મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. સમારોહમાં 'ઓપનહાઇમર'બેસ્ટ ફિલ્મ સહિત કુલ સાત એવોર્ડ જીત્યા હતા. કિલિયન મર્ફી બેસ્ટ એક્ટર બન્યા હતા, ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. રોબર્ટ ડાઉની જુનિયરને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ તેની કારકિર્દીનો પ્રથમ ઓસ્કર છે. ઓપનહાઈમરને બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ ઓરીજનલ સ્કોર અને બેસ્ટ સિનેમેટોગ્રાફી કેટેગરીમાં એવોર્ડ પણ જીત્યા છે. આ ફિલ્મને કુલ 13 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી.


પુઅર થિંગ્સે ચાર ઓસ્કર જીત્યા-
ફિલ્મ પુઅર થિંગ્સે ચાર કેટેગરીમાં ઓસ્કર જીત્યા હતા. ફિલ્મની મુખ્ય એક્ટ્રેસ એમ્મા સ્ટોનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. એમ્માનો આ બીજો ઓસ્કર એવોર્ડ છે. અગાઉ 2016માં તેણે ફિલ્મ લા લા લેન્ડ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. બેસ્ટ એક્ટ્રેસ ઉપરાંત, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન, પ્રોડક્શન ડિઝાઈન અને મેકઅપ અને હેરસ્ટાઈલિંગ કેટેગરીમાં પુઅર થિંગ્સને પણ ઓસ્કર મળ્યો હતો. ઓસ્કરમાં 'ઓપન હાઇમર'એ બાજી મારી હતી.


નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ અપાઈ-
ઓસ્કર એવોર્ડ સમારોહમાં ભારતીય કલા નિર્દેશક નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમણે 2 ઓગસ્ટ, 2023ના રોજ કર્જત (મહારાષ્ટ્ર)માં પોતાના સ્ટુડિયોમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. નીતિને લગાન અને હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા.


'બાર્બી' ફિલ્મને માત્ર એક જ ઓસ્કર મળ્યો હતો. બિલી ઇલિશ અને ફિનીઆસ ઓ'કોનેલે બેસ્ટ ઓરીજીનલ સોન્ગ માટે ઓસ્કર જીત્યો. આ ફિલ્મને 8 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. ડા'વાઈન જોય રેન્ડોલ્ફને ધ હોલ્ડવર્સ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ વોર ઈઝ ઓવર. અમેરિકન ફિક્શનને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો છે.