Juhi Chawla income : તમને જાણીને નવાઈ લાગશે એક સમયે મિસ ઈન્ડિયા આજે બોલિવૂડમાં કમાણી કરનાર બીજા નંબરની હિરોઈન છે.  હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 મુજબ, શાહરૂખ ખાન 7,300 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે બોલિવૂડમાં સૌથી ધનિક વ્યક્તિ છે. જુહી ચાવલા 4,600 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. જુહીએ લાંબા સમયથી કોઈ હિટ ફિલ્મ આપી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં થોડા દિવસ પહેલાં જ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 બહાર  આવ્યું છે. શાહરૂખ ખાન, જુહી ચાવલા, રિતિક રોશન, અમિતાભ બચ્ચન અને કરણ જોહરના નામ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાંચ સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, શાહરુખ ખાન બોલિવૂડમાં સૌથી અમીર વ્યક્તિ છે જેની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે. નવાઈની વાત એ છે કે બાદશાહ પછી જુહી ચાવલાનું નામ અમીરોની યાદીમાં છે. જુહી ચાવલાની નેટવર્થ જાણીને ઘણાને નવાઈ લાગી છે. જુહી બોલિવૂડથી બહાર છે .જેણે ન તો કોઈ હિટ ફિલ્મ આપી છે અને ન તો એક દાયકાથી વધુ સમયથી કોઈ મોટા શો કે શ્રેણીનો ભાગ છે. હુરુન રિચ લિસ્ટ અનુસાર જુહી ચાવલા અને પરિવારની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે.


ભયાનક મોટું ડીપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, ફરી ડૂબશે વડોદરા, અમદાવાદ પર પણ મોટી ઘાત


વાસ્તવમાં, 1,000 કરોડથી વધુની નેટવર્થ ધરાવતા ભારતીયોને હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024માં સામેલ કરવામાં આવ્યા છે. જુહી ચાવલા શાહરૂખ ખાનની બિઝનેસ પાર્ટનર છે. જુહી ફિલ્મ નિર્માણમાં શાહરૂખની ભાગીદાર છે, પહેલા ડ્રીમ્સ અનલિમિટેડ અને હવે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં પણ જુહી પાર્ટનર છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ કોલકાતા નાઈટ રાઈડર્સની માલિક છે. 2009 પછી જુહીને બોક્સ ઓફિસ પર કોઈ સફળતા મળી ન હોવા છતાં, તેણીએ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટમાં કરેલા રોકાણ અને નાઈટ રાઈડર્સ ક્રિકેટ ફ્રેન્ચાઈઝીના સહ-માલિક હોવાને કારણે ઘણી કમાણી કરી છે.


માલબાર હિલ્સમાં એક આલીશાન ઘર 
જુહી ચાવલા મુંબઈના માલાબાર હિલ્સમાં એક આલીશાન મકાનમાં પતિ જય મહેતા અને બે બાળકો સાથે રહે છે. જુહી ચાવલા એક ફિલ્મ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી કમાણી કરે છે. જુહી ચાવલાની પાસે મોંઘી કારોનો સંગ્રહ છે જેમાં રૂ. 1.11 કરોડની Jaguar XJL અને રૂ. 78 લાખની કિંમતની Audi Q7નો સમાવેશ થાય છે.


ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટ


જુહીના પતિ જય મહેતા બિઝનેસમેન 
જુહી ચાવલાના પતિ જય મહેતા પ્રતિષ્ઠિત ભારતીય ઉદ્યોગપતિ અને 'મહેતા ગ્રુપ'ના વડા છે. આ જૂથ હીરા, રિયલ એસ્ટેટ, મીડિયા અને મનોરંજન જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે. મહેતા ગ્રૂપ એ બહુરાષ્ટ્રીય કંપની છે જે સિમેન્ટ, પેકેજિંગ, ખાંડ, બાગાયત અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. જય મહેતાની કુલ સંપત્તિ રૂ. 1,000 થી રૂ. 2,400 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.


જય મહેતાનો જન્મ 1961માં થયો હતો. તેણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસ કર્યો અને સ્વિટ્ઝર્લેન્ડની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટમાંથી એમબીએની ડિગ્રી મેળવી. જય મહેતાએ 1995માં જુહી ચાવલા સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે.


ગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણી