Maharaj On OTT: આમિર ખાનના દિકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં અને ચર્ચામાં હતી. જુનેદ ખાનની આ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન પી સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યું છે. જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ 14 જૂને જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. પરંતુ વિવાદના કારણે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગુજરાત હાઇકોર્ટમાં મહારાજા ફિલ્મની રિલીઝને અટકાવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટે 21 જુને પોતાનો નિર્ણય મહારાજ ફિલ્મના પક્ષમાં સંભળાવ્યો અને ફિલ્મની રિલીઝને લીલી જંડી મળી ગઈ. ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે. 


આ પણ વાંચો: Mirzapur 3 Trailer: મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ, જાણો કેટલા છે એપિસોડ અને રિલીઝ ડેટ


21 જુને ગુજરાત હાઇકોર્ટે મહારાજ ફિલ્મના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો. કોર્ટ તરફથી લીલી ઝંડી મળી જતા યશરાજ ફિલ્મ્સે પણ સમય ગુમાવ્યા વિના ફિલ્મને તુરંત જ ઓનલાઇન સ્ટ્રીમ કરી દીધી. 


ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર મહારાજ ફિલ્મ સ્ટ્રીમ કરવામાં આવી છે. જુનેદ ખાનની પહેલી ફિલ્મ બે કલાક અને 11 મિનિટ લાંબી છે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી પત્રકાર કરસનદાસ મુળજી પરના માનહાનિ કેસ પર આધારિત છે. 


આ પણ વાંચો: થિયેટર પછી OTT પર ધુમ મચાવશે મુંજ્યા, જાણો કયા પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે ફિલ્મ


નેટફ્લિક્સ પર આ ફિલ્મ 14 જુને જ રિલીઝ થઈ જવાની હતી પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી કે ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવે કારણ કે ફિલ્મમાં સાધુઓની છબીને નેગેટિવ રીતે દેખાડવામાં આવી છે સાથે જ સોશિયલ મીડિયા પર બોયકોટનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. જોકે ફિલ્મ જોયા પછી ગુજરાત હાઇકોર્ટે ફિલ્મના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે ફિલ્મમાં માનહાનિ થાય એવું કંઈ જ નથી. આ નિર્ણય આવતા જ ફિલ્મને રિલીઝ કરી દેવામાં આવી છે.