મુંબઈ : બોલિવૂડના જાણીતા એક્ટર કાદર ખાનના સ્વાસ્થ્યને લગતા ચિંતાજનક સમાચાર મળ્યા છે. હાલમાં કાદર ખાનને ખરાબ સ્વાસ્થ્યના કારણે વિદેશની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ અત્યંત કથળી જતા તેમને BiPAP વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. એક વેબસાઈટની રિપોર્ટ મુજબ, પોતાના પુત્ર સરફરાજ અને પુત્રવધુ શાહિસ્તા સાથે રહેતા કાદર ખાનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમની ખરાબ સ્થિતિને કારણે ડોક્ટરોને તેમને સામાન્ય વેન્ટિલેટરથી અલગ BiPAP વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સિમ્બા’નો પહેલો ફટાફટ રિવ્યૂ : કેવી છે ફિલ્મ ? જાણી લો એક ક્લિકમાં


રિપોર્ટ પ્રમાણે કાદર ખાને વાતચીત કરવાનું બંધ કરી દીધું છે અને તેમનામાં ન્યૂમોનિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેઓ PSP નામની બીમારીથી પીડાતા હતા, જે બાદ તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. ડોક્ટરોના મત પ્રમાણે તેમની સ્થિતિ હજુ નાજુક છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે કાદર ખાનની દીકરા સરફરાઝ ખાને માહિતી આપી હતી કે કાદર ખાનના ઘૂંટણનું ઓપરેશન કરાયું હતું, ઓપરેશન બાદ તેમને ચાલવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેઓ ચાલી શકતા નહોતા.


કાદર ખાને છેલ્લે અમન કે ફરિશ્તે ફિલ્મ દ્વારા ફિલ્મી પડદા પર આવ્યા હતા. પોતાની ફિલ્મી કારકિર્દીમાં તેમણે મુઝસે શાદી કરોગી, લકી, ફનટુશ, જીના સિર્ફ મેરે લિયે, અખિયો સે ગોલી મારે, જોરુ કા ગુલામ, હસીના માન જાયેગી, અનારી નં.1, આન્ટી નં. 1, બનારસી બાબુ, જુદાઈ, જુડવા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં કાદર ખાન 81 વર્ષના છે. અફઘાનિસ્તાનમાં જન્મેલા કાદર ખાન ફિલ્મોની દુનિયામાં આવ્યા એ પહેલાં એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતા. અત્યાર સુધી કાદર ખાને 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને 250 જેટલી ફિલ્મોમાં સંવાદો લખ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...