નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કાજોલ એક વીડિયોને લઈને ખુબ ચર્ચામાં છે. દુર્ગાપૂજાના તેના લુકને કારણે લોકોએ તેના ખુબ વખાણ કર્યા. જો કે તેની બહેન અને અભિનેત્રી તનિષા મુખર્જી સાથે જાહેરમાં થયેલો ઝઘડો ચર્ચામાં આવી ગયો. તનીષા મુખર્જી અને કાજોલ એક બીજા સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા અને તેમને ચૂપ કરાવવા માટે માતા તનુજાએ વચ્ચે પડવું પડ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાજોલે કહ્યું શટ અપ
દુર્ગા પૂજાનો તહેવાર કાજોલ ખુબ ધૂમધામથી મનાવે છે. આ વખતના પણ તેના ફેમિલી ફોટોઝ અને વીડિયોઝ ખુબ વાયરલ થયા છે. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તનીષા અને કાજોલ ખુબ ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા છે. કાજોલ તનીષાને શટ અપ કહે છે. આ બધા વચ્ચે તનીષા કઈક  બોલે છે જેના પર માતા તેને ચૂપ કરાવે છે. 


PICS: શાહરૂખ-સલમાન સહિત આ 10 સેલેબ્સ જાહેરમાં ન છૂપાવી શક્યા લવ બાઈટ્સ, શરમથી થયા હતા લાલચોળ


કાજોલ અને તનીષા લડી પડ્યા
દુર્ગા પૂજા દરમિયાન કાજોલના અનેક વીડિયો સામે આવ્યા. એક વીડિયોમાં તે તેના અંકલને મળીને ભાવુક થયેલી જોવા મળી. હવે એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એવું લાગે છે કે કાજોલ અને તનીષા કોઈ મુદ્દે ચર્ચામાં ઉતરી પડ્યા. તેમની વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. તનુજાએ વચ્ચે પડીને બંનેને શાંત કરાવ્યા. ત્યારબાદ ત્રણ જણે પોઝ આપ્યા અને આ દરમિયાન તનીષા કાજોલને થોડુ દૂર રહવાનું પણ કહે છે. તે હસતા હસતા પોઝ આપે છે અને બોલે છે 'સ્પેસ'.


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube