Kajol: ભિખારીએ કાજોલ પાસે માંગ્યા પૈસા.... પરંતુ અભિનેત્રીએ કરી આ હરકત, જુઓ વીડિયો

Kajol Trolled: બોલીવુડ અભિનેત્રી કાજોલ પોતાની એક્ટિંગથી વર્ષોથી ફેન્સનું મનોરંજન કરી રહી છે. પરંતુ આ વખતે તેના બિહેવિયરને કારણે ચર્ચામાં છે. કાજોલનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ Kajol Gets Brutally TROLLED: બોલિવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં જ મુંબઈમાં જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન નેટીઝન્સે તેને પોતાની રડાર પર લીધી હતી. કુછ કુછ હોતા હે સ્ટાર બુધવારે એક મોલની બહાર આવી રહી હતી. આ દરમિયાન તેને પૈપરાજીએ ઘેરી લીધી. કાજોલ જ્યારે પોતાની કાર તરફ જાય છે. ત્યારે એક નાની છોકરી તેની પાસે પૈસા માંગવા લાગે છે અને તેનો પીછો કરે છે. પરંતુ કારમાં બેઠા બાદ કાજોલ તે બાળકીને પૈસા આપે છે. પરંતુ કાજોલની ગાડીની પાસે એક બાળક ઉભો હતો અને કારનો કાચ પછાડી રહ્યો હતો પરંતુ કાજોલે તેના પર ધ્યાન આપ્યું નહીં. હવે આ વીડિયો જોઈને લોકો કાજોલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે.
વાયરલ થયો કાજોલનો વીડિયો
વાયરલ વીડિયોમાં કાજોલને પોતાની કારનો દરવાજો ખોલતા અને એક નાની યુવતીને પૈસા માંગતા જોઈ શકાય છે. ત્યારે અન્ય એક ભિખારી બાળક પૈસા માંગવા દોડતો આવે છે અને કાર પર હાથ રાખે છે. પરંતુ કાજોલે તેને નજરઅંદાજ કરી દીધો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યાં છે. એક યૂઝરે કોમેન્ટ કરી, બીજુ બાળક પૈસા લેવા આવ્યું હતું તો ન આપ્યા, શું કાજોલની પાસે પૈસાની કમી થઈ ગઈ છે. તો એક બીજા યૂઝરે કોમેન્ટ કરી- તમારી પાસે આટલા રૂપિયા છે, આ બાળકને 100 રૂપિયા આપ્યા હોત તો તમારી સંપત્તિ ઓછી ન થઈ જાત મેડમ.. એક અન્ય ભડકેલા યૂઝરે લખ્યું- જેટલા મોટા લોકો એટલા મોટા ભિખારી હોય છે.
ગુડ વાઇફ સિરીઝમાં જોવા મળશે
આ પ્રથમ વખત નથી જ્યારે કાજોલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ સિવાય અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો છેલ્લીવાર તે નેટફ્લિક્સ ફિલ્મ ત્રિભંગામાં જોવા મળી હતી. આ સિવાય જલદી કાજોલ ડિઝ્ની+ હોટસ્ટારની સિરીઝ ધ ગુડ વાઇફમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube