પરણ્યા વગર કુંવારી માતા બનેલી આ એક્ટ્રેસે આપ્યો બાળકીને જન્મ
બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin) હવે માતા બની ગઈ છે. તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. આ પહેલા કલ્કી કોચલીને પોતાની નવી રિલેશનશિપ અને પ્રેગનેન્સી લઈને ઘણી ચર્ચાઓમાં રહી હતી. પ્રેગનેન્ટ થયા બાદ તે સતત સોશિયલ મીડિયા પર પોતાના બેબી બમ્પની તસવીરો શેર કરતી હતી. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ (Guy Hershberg) ની સાથે રિલેશનમાં છે. જોકે તેણે અત્યાર સુધી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી. કલ્કીના માતા બનવાના સમાચાર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભીમાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જાહેર કરી દીધી છે.
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કલ્કી કોચલીન (Kalki Koechlin) હવે માતા બની ગઈ છે. તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. આ પહેલા કલ્કી કોચલીને પોતાની નવી રિલેશનશિપ અને પ્રેગનેન્સી લઈને ઘણી ચર્ચાઓમાં રહી હતી. પ્રેગનેન્ટ થયા બાદ તે સતત સોશિયલ મીડિયા પર પોતાના બેબી બમ્પની તસવીરો શેર કરતી હતી. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની એક્સ વાઈફ કલ્કી પોતાના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ (Guy Hershberg) ની સાથે રિલેશનમાં છે. જોકે તેણે અત્યાર સુધી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા નથી. કલ્કીના માતા બનવાના સમાચાર સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભીમાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ જાહેર કરી દીધી છે.
Breaking News: દિલ્હીમાં મહેનત પર પાણી ફરી વળતા અમિત શાહે તાબડતોબ બોલાવી બેઠક
હાલમાં જ એક રેડિયો શોમાં કલ્કીએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેના પરિવારજનોને જ્યારે આ વાતની માહિતી મળી કે તે પ્રેગનેન્ટ છે, તો તેના ઘરના લોકોનું રિએક્શન કેવુ હતું. કરીના કપૂર ખાનના રેડિયો શો પર કલ્કીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. કલ્કીએ આ વાતના જવાબમાં કહ્યું કે, જ્યારે આગામી વાર લગ્ન કરો તો એ નક્કી કરી લેજે કે તે જીવનભર માટે હોય. આવુ તેઓએ એટલા માટે મને કહ્યું કે, અગાઉ મારા એક ડિવોર્સ થઈ ચૂક્યા છે. તેથી મારે કોઈ જલ્દી ન કરવી જોઈએ.
#MahaExitPollOnZee: સ્પષ્ટ બહુમતીથી દિલ્હીની ગાદી પર ફરી રાજ કરશે આમ આદમી પાર્ટી
ઉલ્લેખનીય છે કે, અનુરાગ કશ્યપ અને કલ્કીના લગ્ન 30 એપ્રિલ 2011ના રોજ થયા હતા. કલ્કીના કરિયરની શરૂઆત 2009મા રિલીઝ થયેલી અનુરાગની પહેલી સફળ ફિલ્મ દેવ ડીથી કરી હતી. તેના બાદ અનુરાગના પ્રોડક્શનની ફિલ્મ શૈતાનમાં તે નજર આવી હતી. કલ્કી હાલ બહુ જ ખુશ છે. હવે તેની ખુશીમાં વધારો થયો છે, કારણ કે તેના ઘરમા નાનકડી પરીનું આગમન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવુડના અન્ય સમાચાર માટે કરો ક્લિક