Breaking News: દિલ્હીમાં મહેનત પર પાણી ફરી વળતા અમિત શાહે તાબડતોબ બોલાવી બેઠક

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના એક્ઝિટ પોલ (EXIT POLL) આવી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી બીજેપીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. રાજ્યના તમામ 7 સાંસદ આજે રાત્રે બીજેપી (BJP) ના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટી નેતા સાથે વિધાનસભા ઈલેક્શનને લઈને ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીમાં થેયલા વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં બીજેપી બહુમતના આંકડાથી દૂર રહેશે તેવુ કહેવાયું છે. 
Breaking News: દિલ્હીમાં મહેનત પર પાણી ફરી વળતા અમિત શાહે તાબડતોબ બોલાવી બેઠક

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના એક્ઝિટ પોલ (EXIT POLL) આવી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી બીજેપીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. રાજ્યના તમામ 7 સાંસદ આજે રાત્રે બીજેપી (BJP) ના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટી નેતા સાથે વિધાનસભા ઈલેક્શનને લઈને ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીમાં થેયલા વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં બીજેપી બહુમતના આંકડાથી દૂર રહેશે તેવુ કહેવાયું છે. 

#MahaExitPollOnZee: દરેકનો દાવો, આમ આદમી પાર્ટીની ચારેય આંગળીઓ ઘીમા હશે

વિધાનસભા ઈલેક્શન માટે શનિવારે સાંજે 6 વાગ્યા સુધી 57.06 ટકા વોટિંગ થયું હતું. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે સવારે 8 વાગ્યા સુધી શરૂ થયેલા મતદાન બાદ અલગ અલગ ચેનલના એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. આ પોલ્સમાં સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે. તો સાથે જ બીજેપી પાર્ટી બહુમતથી દૂર રહેશે. 

Zee News ના મહા EXIT POLL ના મુજબ, આપ પાર્ટીને 52, બીજેપીને 17 અને કોંગ્રેસને 1 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. 

TIMES NOW ના એક્ઝિટ પોલ અનુસાર, આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળવા જઈ રહ્યું છે. AAPને 44, બીજેપીને 26 સીટ મળવાનો અંદાજ ચેનલના એક્ઝિટ પોલમાં લગાવાયો છે. તોં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનું અનુમાન લગાવાયું છે. 

REPUBLIC +  જન કી બાતના એક્ઝિટ પોલના આંકડા અનુસાર, આમ આદમી પાર્ટીને ભારે બહુમત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચેનલના એક્ઝિટ પોલ કહે છે કે, આપને 48-61 સીટ મળશે, જ્યારે કે બીજેપીને 9-21 સીટ મળવાનો અંદાજ છે. તો સાથે જ કોંગ્રેસનું ખાતુ દિલ્હીમાં ખૂલવુ મુશ્કેલ છે. જોકે, આ પરિણામ અંતિમ નથી. દિલ્હી વિધાનસભા માટે આજે થયેલા મતદાનની ગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે. 

તો NEWS X એક્ઝિટ પોલના આંકડા કહે છે કે, દિલ્હીમાં આપ 50-56ના આંકડા સાથે સૌથી આગળ રહેશે, બીજા નંબર બીજેપીને 10-14 સીટ મળી શકશે. તો  NEWS Xનુ પરિણામ પણ કોંગ્રેસ માટે નિરાશાજનક બતાવી રહ્યું છે.  NEWS Xના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસનું પણ ખાતુ દિલ્હીમાં નહિ ખૂલે. 

ABP-C વોટર પોતાના એક્ઝિટ પોલમાં આપ પાર્ટીને 56 સીટ, બીજેપીને 18 સીટ તથા કોંગ્રેસ સહિત અન્યને 2 સીટ આપી રહ્યું છે. 

દિલ્હી વિધાનસભા ઈલેક્શનમાં કલ 672 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી થશે. દિલ્હીમાં લગભગ 1.47 કરોડ મતદાતા છે. મતગણતરી 11 ફેબ્રુઆરીના રોજ થશે, જે ફાઈનલ રિઝલ્ટ હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news