Project K ફિલ્મમાં થઈ શકે છે કમલ હસનની એન્ટ્રી, ફિલ્મમાં વિલન બનવા માટે ઓફર કર્યા આટલા કરોડ
Kamal Haasan Fees For Project K: પ્રોજેક્ટ કેને લઈને ચાલતી ચર્ચાઓ અનુસાર ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવવા માટે કમલ હસનને ઓફર કરવામાં આવી છે. જોકે હાલ કમલ હસન ફિલ્મ ઇન્ડિયન ટુ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂરી કર્યા પછી કમલ હસન પ્રોજેક્ટ કેને લઈને ખુલાસો કરી શકે છે.
Kamal Haasan Fees For Project K:પ્રભાસ અને દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મ પ્રોજેક્ટ કે ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ પ્રોજેક્ટ કે ફિલ્મને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં મેગાસ્ટાર કમલ હસનની એન્ટ્રી થઈ છે. કમલ હસન આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળી શકે છે. ચર્ચાઓ છે કે કમલ હસનને પ્રોજેક્ટ કે માટે કાસ્ટ કરવામાં આવશે. તેના માટે કમલ હસનને 150 કરોડ રૂપિયા ફી ઓફર કરવામાં આવી છે.
આ પણ વાંચો:
Malaika Arora ની સાચી ઉંમર જાણી આવી જશે ચક્કર, જુનો વીડિયો વાયરલ થતાં થયો ખુલાસો
કૃષ્ણા અભિષેકની નેટ વર્થ જાણી ચોંકી જશો, સંપત્તિની વાતમાં કપિલ શર્માને મારે છે ટક્કર
4 મહિના સુધી એક ગ્લાસ દૂધ અને 1 ખજૂર ખાઈ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું વજન
પ્રોજેક્ટ કેને લઈને ચાલતી ચર્ચાઓ અનુસાર ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવવા માટે કમલ હસનને ઓફર કરવામાં આવી છે. પ્રોજેક્ટ કે ના પ્રોડ્યુસર અશ્વિની દત્ત એ કમલ હસનને ફિલ્મ માટે 150 કરોડ રૂપિયા ઓફર કર્યા છે. જોકે હાલ કમલ હસન ફિલ્મ ઇન્ડિયન ટુ ના શૂટિંગમાં બીઝી છે. આ ફિલ્મ પૂરી કર્યા પછી કમલ હસન પ્રોજેક્ટ કેને લઈને ખુલાસો કરી શકે છે. હાલ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અશ્વિની દત્તના પ્રોડકશનમાં બની રહેલી ફિલ્મ પ્રોજેક્ટ કે નું અનાઉન્સમેન્ટ વર્ષ 2020 માં થયું હતું. આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં પ્રભાસ દીપિકા પાદુકોણ સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી ચૂક્યા છે. પ્રોજેક્ટ કે ફિલ્મ સાથે દીપિકા પાદુકોણ સાઉથમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તે પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરશે.