Veer Savarkar Biopic: 4 મહિના સુધી એક ગ્લાસ દૂધ અને 1 ખજૂર ખાઈ આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું 26 કિલો વજન

Veer Savarkar Biopic: આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘણી મહેનત કરી છે. આ વાત ફિલ્મના ટીઝરને જોઈને કહી શકાય છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જેને જોઈને તમે પણ અંદાજ લગાવી શકો છો. વીર સાવરકરની બાયોપિક માટે રણદીપ હુડાએ પોતાના લુકને કેટલી હદે બદલી દીધો છે. ટીઝરમાં અભિનેતાને ઓળખવો પણ મુશ્કેલ થઈ જાય છે. 

Veer Savarkar Biopic: 4 મહિના સુધી એક ગ્લાસ દૂધ અને 1 ખજૂર ખાઈ આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું 26 કિલો વજન

Veer Savarkar Biopic: ટુંક સમયમાં જ બોલીવુડ એક્ટર રણદીપ હુડ્ડા ફિલ્મ 'સ્વતંત્ર વીર સાવરકર'માં જોવા મળશે. જેમાં તે વીર સાવરકરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ ઘણી મહેનત કરી છે. આ વાત ફિલ્મના ટીઝરને જોઈને કહી શકાય છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે જેને જોઈને તમે પણ અંદાજ લગાવી શકો છો. વીર સાવરકરની બાયોપિક માટે રણદીપ હુડાએ પોતાના લુકને કેટલી હદે બદલી દીધો છે. ટીઝરમાં અભિનેતાને ઓળખવો પણ મુશ્કેલ થઈ જાય છે. આ ફિલ્મ માટે તેણે 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું છે.

આ પણ વાંચો:

આ બાયોપિક માટે રણદીપ હુડ્ડાએ 26 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિતના જણાવ્યાનુસાર રણદીપે તેના રોલ માટે ઘણી મહેનત કરી છે તેણે 4 મહિના સુધી દિવસમાં માત્ર 1 ખજૂર અને 1 ગ્લાસ દૂધ પીને વજન ઘટાડ્યું છે. જ્યારે રણદીપ હુડ્ડાએ આ ફિલ્મ સાઈન કરી ત્યારે તેનું વજન 86 કિલો હતું.

ફિલ્મમાં વીર સાવરકરનું પાત્ર ભજવી રહેલા રણદીપ હુડ્ડાએ વાળ પણ કઢાવ્યા છે. જેથી તેનો લુક એકદમ વીર સાવરકર જેવો લાગે. આ ફિલ્મ માટે રણદીપ હુડ્ડાએ રિસર્ચ વર્ક પણ કર્યું હતું. તેઓ પોતે વીર સાવરકરના પૌત્રને મળ્યા અને તેમના વિશે માહિતી મેળવી. ટીઝરમાં રણદીપનો અવાજ અને એક્ટિંગ ખૂબ જ જોરદાર લાગે છે.ખાસ વાત એ પણ છે કે આ ફિલ્મથી રણદીપ હુડ્ડા દિગ્દર્શક તરીકે પણ ડેબ્યૂ કરી રહ્યો છે. અગાઉ આ ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી મહેશ માંજરેકરને આપવામાં આવી રહી હતી પરંતુ તેની ડેટ્સ ન મળતાં ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે રણદીપ હુડ્ડાને નિર્દેશન કરવાનું કહ્યું હતું.

વીર સાવરકરની 140મી જન્મજયંતિ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 'સ્વતંત્ર વીર સાવરકર'નું ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ પડ્યું છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 'સ્વતંત્ર વીર સાવરકર' લગભગ 2,000 સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news