Controversial Love Drama Film: ઘણી વખત ફિલ્મો લોકો પર ઊંડી અસર છોડે છે. ચાર દાયકા પહેલા એક ફિલ્મ આવી જેણે લોકોના દિલ જીતી લીધા. ફિલ્મની સ્ટોરીથી લઈને ગીતોના ભરપૂર વખાણ થયા હતા. પરંતુ ફિલ્મની અસર એવી હતી કે કપલ્સ આત્મહત્યા કરવા લાગ્યા. પરિસ્થિતિ એવી હતી કે સરકારે મેકર્સનો સંપર્ક કરવો પડ્યો અને પછી ફિલ્મનો ક્લાઈમેક્સ પણ બદલાઈ ગયો. આ ફિલ્મનું નામ છે 'એક દુજે કે લિયે' (Ek Dujje Ke Liye)..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપઘાતના કિસ્સાઓ અચાનક વધી ગયા હતા
'એક દુજે કે લિયે' વર્ષ 1981માં રિલીઝ થઈ હતી જેમાં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેના ગીતો જ ચર્ચામાં ન હતા પરંતુ મુખ્ય કલાકારોના દમદાર અભિનયની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કમલ હાસને 'એક દુજે કે લિયે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ આ ફિલ્મ રિલીઝ થયા બાદ કપલ્સ દ્વારા આત્મહત્યાના કિસ્સાઓ ઝડપથી વધવા લાગ્યા હતા.


ટીવીની આદર્શ વહુને કહેવાયું હતું કે ફિલ્મ કરવી છે તો ડિરેક્ટરની સાથે........


નિર્માતાઓએ નિર્ણય લેવો પડ્યો
આત્મહત્યાના કેસોની સંખ્યામાં વધારો થયા પછી, કે. બાલાચંદરે (K. Balachander) સુખદ અંત સાથે 'એક દુજે કે લિયે'નું (Ek Dujje Ke Liye) બીજું સંસ્કરણ બહાર પાડ્યું. જો કે, લોકોની માંગને કારણે, તેણે અસલ ક્લાઈમેક્સ જેવો હતો તે જ રાખ્યો. મળતી માહિતી મુજબ, સિનેમાઘરોમાં 'એક દુજે કે લિયે' રીલિઝ થતાં પહેલાં દિગ્દર્શકે રાજ કપૂરને આ ફિલ્મ બતાવી હતી. તેમણે ફિલ્મના ખૂબ વખાણ કર્યા પરંતુ ક્લાઈમેક્સથી તે ખુશ ન હતા. રાજ કપૂર પ્રથમ વ્યક્તિ હતા જેમણે કે બાલાચંદરને ફિલ્મના ક્લાઈમેક્સ માટે હેપ્પી એન્ડિંગની સલાહ આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube