ચેન્નાઈ : એક્ટરમાંથી રાજકારણી બનેલા કમલ હાસને રવિવારે ડીએમકે પ્રેસિડન્ટ એમ.કે. સ્ટાલિન અને રજનીકાંતને જાહેરમાં ટોણો માર્યો છે. ચેન્નાઇમાં યોજાયેલી Rotaract Annual District Conferenceમાં કમલ હાસને કહ્યું છે કે દાયકાઓથી ગ્રામ સભાનું અસ્તિત્વ છે પણ તામિલનાડુમાં જ્યારે તેણે ગામોમાં મિટિંગ કરવાની શરૂઆત કરી છે ત્યારથી બધા તેની નકલ કરવા લાગ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસ છે ટાઇગર અને દિશાના સંબંધોની પંચાતમાં? આખરે આવી જ ગઈ સ્પષ્ટતા 


MNM પક્ષના સ્થાપક કમલ હાસને આ નિવેદન કરીને ગ્રામ સભા યોજી રહેલા DMK પ્રેસિડન્સ એમકે સ્ટાલિન અને બીજા નેતાઓને આડે હાથે લીધા છે. આ સિવાય કમલ હાસને લોકસભાની ચૂંટણી ન લડવાના રજનીકાંતના નિર્ણયની પણ ટીકા કરીને તેમને ટોણો માર્યો  હતો. કમલ હાસને કહ્યું છે કે ચૂંટણીના જંગમાં કોઈએ પીછેહઠ કરવી ન જોઈએ. હું કાલે લડીશ એમ કહીને કોઈ જંગમાંથી છટકી ન શકે. 


નોંધનીય છે કે તામિલ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર રજનીકાંતે ફિલ્મમાંથી રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ સૌને ચોંકાવી દીધા હતા. રજનીકાંતે આગામી લોકસભા ચૂંટણીમાં નહિ લડવાનો આશ્ચર્યજનક નિર્ણય કર્યો છે. રજનીકાંતે એક નિવેદન કરીને સ્પષ્ટતા કરી હતી કે તેની પાર્ટી ચૂંટણીમાં ઉતરશે નહિ. આ સાથે જ રજનીકાંતે જણાવ્યું હતું કે, તેની તસવીર અથવા પાર્ટી ચિહ્નનને કોઈપણ પ્રોપોગેન્ડામાં સામેલ નહિ કરાય. આ મામલે સુપરસ્ટારે ચેતવણી પણ આપી હતી. રજનીકાંતે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં મારી પાર્ટી અન્ય કોઈપણ પક્ષને સમર્થન નહીં કરે. એટલા માટે કોઈએ મારી તસવીર અથવા પક્ષના ચિહ્નનો ઉપયોગ કરવો નહીં. રજની મક્કલ મંડરલ અને રજની ફેન ક્લબના નામે કોઈ પણ પક્ષના સમર્થનમાં અથવા કેમ્પેઈનમાં મારી તસવીર અથવા પક્ષના લોગોનો ઉપયોગ થવો જોઈએ નહીં.


200 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા 68 વર્ષીય રજનીકાંત તેના ચાહકોને અપીલ કરી છે કે તામિલનાડુની મુખ્ય સમસ્યા પાણી છે. આગામી લોકસભા ચૂંટણીમાં આ એક મુખ્ય મુદ્દો છે અને જે પક્ષ આને લઈને આગળ વધશે તેના પર ભરોસો વ્યક્ત કરીને જીતાડવા જોઈએ. રજનીકાંતે 31 ડિસેમ્બર, 2017ના રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી. તેમણે સત્તાવાર રીતે પોતાની પાર્ટી લોન્ચ નથી કરી, પરંતુ ‘રજની મક્કલ મંડર’ નામે ફેન ક્લબ જરૂર બનાવી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...