Emergency Release Postponed:બોલીવુડ અભિનેત્રી અને પોલિટિશિયન કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી તેની અપકમિંગ પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઇમરજન્સીને લઈને ચર્ચામાં છે. કંગનાની આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. કેટલાક લોકો ફિલ્મના કન્ટેન્ટથી નારાજ છે અને તેઓ કંગનાને ધમકી આપી રહ્યા છે કે તે ફિલ્મ રિલીઝ ન કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 6 વર્ષ પછી ફરી રિલીઝ થઈ રહી છે હોરર ફિલ્મ 'તુમ્બાડ', જાણો શું છે આ ફિલ્મની ખાસિયત


ફિલ્મમાં કંગના રનૌતે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. નિર્દેશક પણ છે. ફિલ્મને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેના કારણે હવે ફિલ્મને રિલીઝ કરવા પર પણ મુસીબત આવી ગઈ છે. જેના કારણે ફિલ્મી રિલીઝ હાલ ટાળી દેવામાં આવે છે. કંગના રનૌત એવું કહ્યું હતું કે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી મંજૂરી નથી મળી. કારણકે બોર્ડના સભ્યોને પણ ધમકીઓ મળી રહી છે.  


આ પણ વાંચો: વેનિટીમાં કેમેરા લગાડી ન્યૂડ વીડિયો શૂટ કરે અને પછી.. પ્રખ્યાત અભિનેત્રીનો ખુલાસો


મહત્વનું છે કે કંગનાની ફિલ્મ પહેલા 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ ટળી ચૂકી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંગનાએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેની ફિલ્મ ઇમરજન્સીને લઈને અફવા ફેલાઈ રહી છે કે તેમને સેન્સર બોર્ડનું સર્ટિફિકેશન મળી ગયું છે પરંતુ આ વાત સત્ય નથી. મંજૂરી તો મળી ગઈ હતી પરંતુ સર્ટિફિકેશનને રોકી દેવામાં આવ્યું છે આવું એટલા માટે થયું છે કે સેન્સર બોર્ડના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. સેન્સર બોર્ડ પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ઇન્દિરા ગાંધીની હત્યા, ભિંડરાવાલે અને પંજાબના દંગા દેખાડવામાં ન આવે. 


આ પણ વાંચો: ઘર બેઠા OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ


મહત્વનું છે કે ઈમરજન્સી એક પોલિટિકલ ડ્રામા ફિલ્મ છે જે ભારતના પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીના જીવન અને તેના કાર્યકાળ આસપાસ ફરે છે. ફિલ્મમાં કંગના રનૌત ઇન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે સાથે જ આ ફિલ્મમાં શ્રેયસ તલપડે અટલ બિહારી બાજપાઈના રોલમાં જોવા મળશે. આ સિવાય જયપ્રકાશ નારાયણનું પાત્ર અનુપમ ખેર નિભાવી રહ્યા છે. મહિમા ચૌધરી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.