Stree 2 On OTT: ઘર બેઠા OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો ફટાફટ જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ

Stree 2 On OTT: સ્ત્રી 2 સિનેમાઘરોમાં કમાણીના નવા નવા રેકોર્ડ તોડી રહી છે. તેમ છતા એવા ઘણા લોકો હશે જેઓ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હશે. આ લોકો માટે સારા સમાચાર છે. 

Stree 2 On OTT: ઘર બેઠા OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો ફટાફટ જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ

Stree 2 On OTT: સ્ત્રી 2 ફિલ્મ 15 ઓગસ્ટ રિલીઝ થઈ હતી અને આજ સુધી સિનેમા ઘરોમાં ધમાલ મચાવી રહી છે. રિલીઝ થયાના થોડા જ દિવસોમાં આ હોરર કોમેડી ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડી દીધા છે. Stree 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધી 500 કરોડથી વધારેનો બિઝનેસ કરી લીધો છે. ત્યારે હવે લોકો આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ સ્ટાર્ટર ફિલ્મ સ્ત્રી 2 સાબિત થઈ છે. આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ઉત્સાહ હજી પણ યથાવત છે. જેનો ફાયદો બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળી રહ્યો છે. જોકે અનેક લોકો એવા હશે કે જેમણે આ ફિલ્મ સિનેમા ઘરોમાં હજુ સુધી જોઈ નહીં હોય. આ લોકો ઓટીટી પર ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની રાહ જોઈ રહ્યા હશે. આવા લોકો માટે ખુશ ખબર છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. 

સ્ત્રી 2 ફિલ્મના ઓટીટી પ્લેટફોર્મના રાઇટ્સ Amazon Prime Video દ્વારા ખરીદવામાં આવ્યા છે. Amazon prime તરફથી તો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની ઘોષણા કરવામાં નથી આવી પરંતુ અનુમાન છે કે સ્ત્રી 2 ફિલ્મ સપ્ટેમ્બર મહિનાના અંતે અથવા તો ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં એમેઝોન પ્રાઇમર સ્ટ્રીમ કરી દેવામાં આવશે. જોકે સ્ત્રી 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી રહી તો આ ફિલ્મની ott રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી શકે છે. 

સ્ત્રી 2 ફિલ્મ જ્યારથી થિયેટરમાં રિલીઝ થઈ છે ત્યારથી જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ 2024 માં સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મ બની ચૂકી છે. સ્ત્રી ટુ ની સફળતા સાથે આ ફિલ્મનો ત્રીજો પાર્ટ પણ ચર્ચાનો વિષય બન્યો છે. સ્ત્રી 3 ફિલ્મ વર્ષ 2025 માં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news