મુંબઈ : નાના પાટેકર પર તનુશ્રી દત્તાના જાતીય સતામણીના આરોપ પછી હવે અનેક મહિલાઓ પોતાની સાથે થયેલી જાતીય સતામણીના અનુભવો શેયર કરી રહી છે. નાના પાટેકર જેવા દિગ્ગજ અભિનેતા પછી હવે 'ક્વિન' જેવી લોકપ્રિય ફિલ્મ બનાવી ચૂકેલા ડિરેક્ટર વિકાસ બહલ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે અને આ આરોપ લગાવ્યો છે લોકપ્રિય એક્ટ્રેસ કંગના રનૌતે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે ‘ક્વિન’ ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલે અનેકવાર તેને અસહજતાનો અનુભવ કરાવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે કંગનાનું આ નિવેદન મહત્વનનું છે કારણ કે હાલમાં ‘ફેન્ટમ ફિલ્મ્સ’ની એક મહિલા કર્મચારીએ વિકાસ બહલ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો પણ પછી મામલો દબાવી દેવામાં આવ્યો હતો. 


[[{"fid":"185233","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


[[{"fid":"185230","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]આ મામલા વિશે કંગનાએ નિવેદન આપ્યું હતું કે ‘મને એ મહિલાની વાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. 2014માં જ્યારે અમે ‘ક્વિન’નું શૂટિંગ કરતા હતા ત્યારે તે પરિણીત હોવા છતાં તે વારંવાર શેખી મારતો હતો કે તે રોજ નવીનવી છોકરી સાથે સંબંધ બનાવે છે. અમે જ્યારે મળતા ત્યારે મારી ગરદન પર ચહેરો રાખીને મને કસીને પકડતો અને મારા વાળ સુંઘતો. મારે બળપૂર્વક તેને હટાવવો પડતો હતો. તે કહેતો કે મને તારી સુગંધ ગમે છે. તે રોજ રાત્રે પાર્ટી કરતો હતો. તે મને રાત્રે જલ્દી સુઈ જવા માટે ટોણાં મારતો રહેતો હતો.’


નોંધનીય છે કે તનુશ્રી દ્વારા નાના પાટેકર પર સેક્સ્યુઅલ હરેસમેન્ટના આરોપ બાદ અનેક મહિલાઓએ વિકાસ બહલ, કૈલાશ ખેર, ઝુલ્ફી સૈયદ અને કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી જેવી સેલેબ્રિટિઝ પર યૌન શોષણનો આરોપ મુક્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...