નવી દિલ્હી: થોડા સમય પહેલાથી દેશના કિસાનો નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન (Farmers Protest)  કરી રહ્યા છે. આજે પ્રજાસત્તાક દિવસે (Republic Day 2021) સરકાર વિરૂદ્ધ કિસાનોએ ટ્રેક્ટર માર્ચ યોજી, ત્યારબાદ કેટલીક જગ્યાઓ પર હિંસા-તોડફોડના સમાચાર સામે આવ્યા. આ ઘટના બાદ કંગના રનૌતે (Kangana Ranaut) આ હિંસાની કેટલીક તસવીરો શેર કરવાની સાથે પોતાને લઇ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટો શેર કરવાની સાથે કરી દિલની વાત
કંગના રનૌતે (Kangana Ranaut) એક કિસાનનો ફોટો શેર કરી પોતાનું દુ:ખ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, તેને ખેડૂતો વિરૂદ્ધ બોલવાનું ભારે પડ્યું છે. કંગના રનૌત (Kangana Ranaut) આ આંદોલનનો શરૂઆતથી જ વિરોધ કરી રહી છે. જ્યારે આ આંદોલન હિંસક બન્યું, ત્યારે તેણે તેના વર્તણૂક વિશે સત્ય કહ્યું છે.


આ પણ વાંચો:- હવે ફિલ્મોમાં કામ નહીં કરે Varun Dhawan? દોસ્તે કરી ચોંકાવનારી વાત


દમદાર પોસ્ટરની સાથે સામે આવી RRRની રિલીઝ ડેટ, જાણો ક્યારે આવશે આ ફિલ્મ


પ્રિયંકા અને દિલજીત પર સાધ્યું નિશાન
ત્યારબાદ કંગના ચુપ રહી નહીં અને તેણે આંદોલનના સપોર્ટ કરતા સેલિબ્રિટીઝ પર નિશાન સાધ્યું છે. આ ઉપરાંત એક અન્ય ટ્વીટ પણ કર્યું જેમાં તેણે લખ્યું છે. તમારે આ વાત સમજવી પડશે પ્રિયંકા ચોપડા અને દિલજીત દોસાંઝ. આજે આખી દુનિયા આપણને જોઇને હસી રહી છે. તમે આ જ ઇચ્છતા હતા. અભિનંદન.


વધુ એક સ્ટાર ડિપ્રેશનનો શિકાર, ફાંસો ખાધેલી હાલતમાં મળી એક્ટ્રેસની લાશ


આ ઉપરાંત કંગનાએ ટ્વીટ કર્યું- અભણ મોહલ્લામાં કોઈના ઘરે લગ્ન અથવા કોઈ સારો તહેવાર આવે તો બળતરા કરનારા તાઉ/ કાકા/ કાકી કપડાં ધોવા અથવા બાળકોને આંગણામાં શૌચ કરાવતા હોય અથવા આંગણા વચ્ચે ખાટલો પાથરીને વચ્ચે દારૂ પીને સુઈ જાય, આ સ્થિતિ છે દેશમાં, શરમ કરો આજે. #RepublicDay


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube