હવે ફિલ્મોમાં કામ નહીં કરે Varun Dhawan? દોસ્તે કરી ચોંકાવનારી વાત

બાળપણના મિત્ર વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal) 24 જાન્યુઆરીના અલીબાગના ધ મેન્શન હાઉસમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના લગ્ન માત્ર તેમના પરિવારો અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા

હવે ફિલ્મોમાં કામ નહીં કરે Varun Dhawan? દોસ્તે કરી ચોંકાવનારી વાત

નવી દિલ્હી: બાળપણના મિત્ર વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal) 24 જાન્યુઆરીના અલીબાગના ધ મેન્શન હાઉસમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા. તેમના લગ્ન માત્ર તેમના પરિવારો અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા. આ ભવ્ય લગ્નને લઇને ખાસ પ્રાઈવેસી મેન્ટેન રાખવામાં આવી હતી. જેથી તેના ફોટો પણ લીક થયા નહીં. જોકે, અભિનેતા વરૂણ ધવને (Varun Dhawan) તેના લગ્નના ફોટો શરે કર્યા હતા. સાથે જ લગ્નના ફંક્શન્સની કેટલીક તસવીરો પણ જોવા મળી. વરૂણ આ પોસ્ટ પર તેના ફેન્સની સાથે સાથે ઇન્ડસ્ટ્રીના મિત્રો પરણ કોમેન્ટ કરી રહ્યાં છે. તેના B-Town મિત્રો પણ તેને અભિનંદન પાઠવી રહ્યા છે.

શ્રદ્ધા શ્રીનાથે પાઠવ્યા આ અંદાજમાં અભિનંદન
વરૂણ ધવનને (Varun Dhawan) મળી રહેલી શુભેચ્છાઓ વચ્ચે અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથે ખુબજ શાનદાર રીતે લગ્નના અભિનંદન પાઠવ્યા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર નવા પરણેલા દંપતીનો ફોટો શેર કર્યો અને લખ્યું, 'બીજો સારો અભિનેતા હવે કામનો રહ્યો નથી. દુર્ભાગ્યે, હવે અમે તેને ફરીથી સ્ક્રીન પર જોશું નહીં. તે સ્પષ્ટ છે કે તેની પત્ની અને સાસરિયાઓ પસંદ કરશે નહીં કે તે અન્ય હીરોઈનઓ સાથે કામ કરે. એવું બની શકે કે હવે તેઓ પુરુષ પ્રભુત્વવાળી ફિલ્મો કરવાનું શરૂ કરે? અંગત જીવન અને કાર્યકારી જીવનને સંતુલિત કરવું ખૂબ મુશ્કેલ છે. તેની યાદ આવશે. સારું, અભિનંદન વરૂણ.

આવી પોસ્ટ્સ દ્વારા શ્રદ્ધાએ ઇન્ડસ્ટ્રીના પિતૃસત્તાક વલણ પર કટાક્ષ કર્યો છે કારણ કે, ઘણી વખત વિવાહિત અભિનેત્રીઓને ફિલ્મ કરવા માટે તેમના પતિ અને સાસરિયાઓની સંમતિ લેવી પડે છે.

આ દિવસે યોજાશે વરૂણનું રિસેપ્શન
વરુણ અને નતાશાના ભવ્ય લગ્ન પછી, તેમના રિસેપ્શનને લઈને સમાચાર આવવા લાગ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 2 ફેબ્રુઆરીએ રિસેપ્શન આપી શકે છે. વરૂણ ધવનના (Varun Dhawan) કાકા અનિલએ પિંકવિલાને કહ્યું છે કે 'આવું કાંઈ નથી, જો એમ થશે તો અમે તેની તારીખ નક્કી કરીશું. હમણાં દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત છે. તમે જે સાંભળી રહ્યા છો તે સાચું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news