કંગનાનો મોટો આરોપ- સંજય રાવતે આપી મુંબઈ પરત ન આવવાની ધમકી
કંગના રનોત બોલીવુડમાં નેપોટિઝમ અને ઇન્ડસ્ટ્રીઝની ડ્રગ્સ લિંક પર સતત બોલી રહી છે. પાછલા દિવસોમાં સુરક્ષા મળવાના નામ પર તેણે કહ્યું હતું કે, તેને મુંબઈ પોલીસથી વધારે ખતરો છે.
નવી દિલ્હીઃ કંગના રનોત બોલીવુડમાં નેપોટિઝમ અને ઇન્ડસ્ટ્રીઝની ડ્રગ્સ લિંક પર સતત બોલી રહી છે. પાછલા દિવસોમાં સુરક્ષા મળવાના નામ પર તેણે કહ્યું હતું કે, તેને મુંબઈ પોલીસથી વધારે ખતરો છે. હવે કંપનાએ આરોપ લગાવ્યો કે શિવસેનાના નેતા સંજય રાવતે તેમને મુંબઈ પરત ન આવવાની ધમકી આપી છે. મહત્વનું છે કે કંગના આ સમયે પોતાના હોમટાઉનમાં છે.
કંગનાએ લખ્યું, મળી ખુલી ધમકી
કંગનાએ ટ્વીટ કર્યું છે, શિવસેના લીડર સંજય રાવતે મને ખુલી ધમકી આપી છે અને મને કહ્યું કે, હું મુંબઈ પરત ન જઉ, મુંબઈની ગલીઓમાં આઝાદી ગ્રેફિટી અને હવે ખુલી ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી ફીલિંગ કેમ આપી રહ્યું છે?
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube