Kangana Ranaut: રિલેશનશિપ અને ડેટિંગની ખબરોના કારણે કંગના રનૌત સતત ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી કંગના રનૌતનું નામ અલગ અલગ લોકો સાથે જોડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા તેના હેર સ્ટાઈલ સાથે તેની તસવીર વાયરલ થઇ હતી. તો તાજેતરમાં જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે ઈઝ માય ટ્રીપના ફાઉન્ડર અને કરોડપતિ બિઝનેસમેન નિશાંત પિટ્ટી સાથે કંગનાની તસવીર વાયરલ થવા લાગી. આ તસવીર વાયરલ થવાની સાથે જ બંને વચ્ચેના રિલેશનશિપને લઈને પણ ગોસિપ શરૂ થયું.. આ ચર્ચાઓ એટલી બધી વધી ગઈ કે કંગના રનૌતના કાન સુધી પણ પહોંચી ગઈ. આ અફવાઓનો અંત લાવવા માટે કંગના રનૌત એક બહુ મોટી જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આર્યા સીઝન 3 આ દિવસથી થશે ઓટીટી પર સ્ટ્રીમ, દમદાર ટ્રેલર પણ થયું રિલીઝ


રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કંગના રનૌત અયોધ્યા ગઈ હતી અને બિઝનેસમેન નિશાંત પણ ત્યાં પહોંચ્યા હતા. આ સમયે બંને કેટલીક તસવીરો એકબીજા સાથે ક્લિક કરાવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. સાથે જ ચર્ચા શરૂ થઈ કે કંગના અને નિશાંત એકબીજાને ડેટ કરે છે. આ વાત પર પૂર્ણવિરામ લગાવવા માટે કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં તેણે નિશાંત સાથેના રિલેશનશિપની વાતને બકવાસ ગણાવી અને સાથે જ જણાવી દીધું કે તે અન્ય કોઈ વ્યક્તિને ડેટ કરે છે.


આ પણ વાંચો: Fighter: ઋતિક-દીપિકાની ફિલ્મ 'ફાઈટર'ને ઝટકો, આ દેશોમાં અટકી શકે છે ફિલ્મની રિલીઝ


ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંગના રનૌતે લખ્યું હતું કે "તેના વિશે ખોટી વાતો ફેલાવવામાં ન આવે. નિશાંત તેના લગ્ન જીવનમાં ખુશ છે અને તે પણ કોઈ અન્ય વ્યક્તિને ડેટ કરી રહી છે. યોગ્ય સમય આવશે ત્યારે તે આ અંગે જણાવી દેશે પરંતુ ત્યાં સુધી રોજ નવા નવા લોકો સાથે તેનું નામ જોડવાનું બંધ કરી દેવામાં આવે."


આ પણ વાંચો: Mirg Teaser: સતીષ કૌશિકની ફિલ્મ મિર્ગનું ટીઝર રિલીઝ, એક્શન અવતારમાંજોવા મળશે એક્ટર


આ પોસ્ટથી એક વાતની સ્પષ્ટતા થઈ ગઈ કે કંગના રનૌતના જીવનમાં કોઈની એન્ટ્રી થઈ છે અને વાત ડેટિંગ સુધી પહોંચી ગઈ છે પરંતુ હાલ તે પોતાના સંબંધો વિશે કંઈ જ જાહેર કરવા માંગતી નથી.