Aarya 3 Trailer: આર્યા સીઝન 3 આ દિવસથી થશે ઓટીટી પર સ્ટ્રીમ, દમદાર ટ્રેલર પણ થયું રિલીઝ

Aarya 3 Trailer: આર્યા અંતિમ વારનું ટ્રેલર જોઈને દર્શકો એક્સાઇટેડ થઈ રહ્યા છે. કારણ કે આર્યાની આ છેલ્લી સીઝન એક્શનથી ભરપૂર રહેવાની છે. 2.4 મિનિટના આ ટ્રેલરમાં આર્યાની પહેલી અને બીજી સીઝનની એક ઝલક પણ દેખાડવામાં આવે છે.

Aarya 3 Trailer: આર્યા સીઝન 3 આ દિવસથી થશે ઓટીટી પર સ્ટ્રીમ, દમદાર ટ્રેલર પણ થયું રિલીઝ

Aarya 3 Trailer: સુસ્મિતા સેનની વેબસરીઝ આર્યાની પહેલી સીઝન અને બીજી સીઝન લોકોને મનોરંજન પુરુ પાડવામાં સફળ રહી છે. ત્યારે હવે આર્યાની ત્રીજી સીઝન જોવા માટે લોકો આતુર છે. દર્શકોની આ આતુરતાનો અંત પણ ટૂંક સમયમાં આવવાનો છે કારણ કે આર્યા 3 ના ટ્રેલરની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. આર્યા સીઝન 3 અંતિમ વારનું દમદાર ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. 

આર્યા અંતિમ વારનું ટ્રેલર જોઈને દર્શકો એક્સાઇટેડ થઈ રહ્યા છે. કારણ કે આર્યાની આ છેલ્લી સીઝન એક્શનથી ભરપૂર રહેવાની છે. 2.4 મિનિટના આ ટ્રેલરમાં આર્યાની પહેલી અને બીજી સીઝનની એક ઝલક પણ દેખાડવામાં આવે છે. છેલ્લે આર્યા બંદૂક સાથે જોવા મળે છે જે પહેલા પોતાને જ ગોળી મારી લે છે. જણાવી દઈએ કે ત્રીજી સીઝન સાથે જ આ સીરીઝ પણ પૂરી થઈ જશે. આ ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.

આર્યા સિરીઝનો છેલ્લો ભાગ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થવા જઈ રહ્યો છે. 9 ફેબ્રુઆરી 2024 થી આર્યા સીઝન 3 ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. સીઝન 3 માં પણ આર્યા પોતાના બાળકોની સુરક્ષા માટે તમામ પ્રકારના લોકો સાથે લડતી જોવા મળે છે સાથે જ સિકંદર ખેર પણ જોવા મળે છે જે આર્યાનો બચાવ કરે છે.

આ ટ્રેલર એક્શન અને ડ્રામાથી ભરપૂર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતા રામ માધવની દ્વારા નિર્મિત આર્યામાં સુસ્મિતા સેન, ઉપરાંત ઈલા અરુણ, સિકંદર ખેર, ઈન્દ્રનીલ જેવા કલાકારો જોવા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news