મુંબઇ: રાજકીય પૃષ્ઠભૂમિ પર બનતી એક આગામી ફિલ્મમાં કંગના રનૌત (Kangana Ranaut) પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની (Indira Gandhi) ભૂમિકા ભજવતા જોવા મળશે. કંગનાએ ફિલ્મની બાયોપિક ન હોવાની પુષ્ટિ કરી છે અને આ પણ જણાવ્યું છે કે, ઘણી હસ્તીઓ આ આગામી પરિજનોનો ભાગ હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાએ ઇશ્યૂ કર્યું નિવેદન
કંગનાએ (Kangana Ranaut) કહ્યું છે કે, હા અમે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ તેના અંતિમ તબક્કામાં છે. આ ઇન્દિરા ગાંધીની (Indira Gandhi) બાયોપિક નથી. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત એક ભવ્ય ફિલ્મ છે. આ પોલિટિકલ ડ્રામાથી અત્યારની પેઢીને વર્તમાન ભારતના સામાજિક-રાજનીતિ પરિદ્રશ્યને સમજવામાં મદદ મળશે.


આ પણ વાંચો:- શું સાસુની જેમ ઐશ્વર્યાને નણંદ સાથે પણ થયો ડખો? આ રીતે બહાર આવ્યો બચ્ચન પરિવારની નણંદ-ભાભીનો વિવાદ


કંગનાને છે ઇન્તજાર
તેણે વધુમાં કહ્યું, ધણી હસ્તીઓ આ ફિલ્મનો ભાગ હશે અને ભારતીય રાજકારણના ઇતિહાસમાં સૌથી પ્રતિષ્ઠિત નેતાના રોલને નિભાવવા માટે ઉત્સુકતાપૂર્વકથી ઇન્તેજાર કરી રહી છે.


ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા અરવિંદ જોશીનું નિધન


એક પુસ્તક પર આધારિત છે ફિલ્મ
કંગનાએ (Kangana Ranaut) આ પણ કહ્યું કે ફિલ્મ એક પુસ્તક પર આધારીત છે, જો કે, આ કઈ પુસ્તક છે તેનો ઉલ્લેખ તેણે કર્યો નથી. કંગના ફિલ્મને પ્રોડ્યૂસ કરશે અને સાંઇ કબીર તેના વાર્તાકાર અને પટકથાકાર હશે. આ ફિલ્મનું દિગ્દર્શન પણ તેઓ કરશે.


આ પણ વાંચો:- આ તસવીરમાં જોવા મળી રહી છે બોલીવુડની ચાર સુંદર અભિનેત્રીઓ, ઓળખી બતાવો તો ખરા?


આ ફિલ્મ છે રિલીઝ માટે તૈયાર
કંગનાની (Kangana Ranaut) આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો 'થલાઈવી' રિલીઝ માટે તૈયાર છે. આ સાથે કંગના 'તેજસ' અને 'ધાકડ'માં જોવા મળશે. તાજેતરમાં જ તેણે 'મણિકર્ણિકા રીટર્ન' માટેની જાહેરાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube