શું સાસુની જેમ ઐશ્વર્યાને નણંદ સાથે પણ થયો ડખો? આ રીતે બહાર આવ્યો બચ્ચન પરિવારની નણંદ-ભાભીનો વિવાદ

શું સાસુ જયાની જેમ એશ્વર્યાને નણંદ સાથે પણ નથી બનતુ? જાહેરમાં શ્વેતાએ કહ્યું કઈક એવું જેનાથી નણંદ-ભાભીના સંબંધોની હકીકત સામે આવી ગઈ...

શું સાસુની જેમ ઐશ્વર્યાને નણંદ સાથે પણ થયો ડખો? આ રીતે બહાર આવ્યો બચ્ચન પરિવારની નણંદ-ભાભીનો વિવાદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય ઘરમાં નણંદ-ભાભી વચ્ચેના સંબંધોમાં થોડી કડવાશ તો રહેતી જ હોય છે. પણ દરેક ઘરમાં નણંદ-ભાભીના સંબંધો કદાચ સરખા જ હશે. વાત છે બચ્ચન પરિવારની. વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન જેમની વહુ હોય અને બિઝનેસ વુમન શ્વેતા બચ્ચન જેમની દીકરી હોય તેવા સદીના મહાનાયક અમિતાભના ઘરમાં પણ સંબંધો સામાન્ય પરિવાર જેવા જ હશે.

નાના મોટા ફંક્શન, પાર્ટીઝ હોય ત્યારે બચ્ચન પરિવાર અચૂક શામેલ થાય છે. આખા પરિવારને જોવા માટે સૌ કોઈ આતુર હોય છે. પરિવારમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, આરાધ્યા બચ્ચન જ નહીં પણ શ્વેતા બચ્ચન નંદા પણ સામેલ હોય છે અને આ પરિવાર લોકોનું ધ્યાન એટલા માટે ખેંચે છે કે તમામનું બોન્ડિંગ અદભૂત હોય છે અને સૌકોઈને ગમે છે. પણ આ સંબંધો વચ્ચેની કેટલીક એવી વાત છે જે કોઈએ સાંભળી નહીં હોય. વાત છે નણંદ-ભાભીના સંબંધની.. આ બંનેનું બોન્ડિંગ કોઈનાથી છૂપાયુ નથી. બંને પરિવારની લાડલી છે તેમ છતાં બંને વચ્ચે કઈક અસામાન્ય છે બંનેના સંબંધોમાં છે થોડીક કડવાશ.

થોડા સમય પહેલા એક ટીવી શો દરમિયાન શ્વેતા બચ્ચન નંદાએ પોતાની ભાભી ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો તો જણાવ્યા જ સાથે જ તેની કેટલીક એવી વાત પણ જણાવી જે નણંદ શ્વેતાને પસંદ નથી. અને આ જ બાબતો કદાચ બંને વચ્ચેના સંબંધ વચ્ચે અંતર રખાવી રહી છે. શ્વેતા બચ્ચન નંદા પોતાના ભાઈ અભિષેક સાથે કોફી વિથ કરણ કાર્યક્રમમાં ગઈ ત્યારે તેણે નણંદ-ભાભીના સંબંધો અંગે ખૂલીને વાત કરી હતી. જેમાં તેમણે ઐશ્વર્યાની એવી આદતો કહી જે સમજવામાં ઘણી જ મુશ્કેલ લાગતી હતી.

શ્વેતાને ઐશ્વર્યાની સૌથી ખરાબ એ આદત નથી ગમતી જ્યારે તે ફોન કે મેસેજના કોઈપણ જવાબ ન આપે. ઐશ્વર્યા ક્યારેય કોઈના ફોન જલદી ઉપાડતા નથી કે નથી તેમના ફોનનો જલદી રિપ્લાય પણ કરતાં. બાકી હોય તો ઐશ્વર્યા ટાઈમ મેનેજમેન્ટમાં પણ ઘણાં જ ખરાબ છે. અને આ જ ટાઈમ મેનેજમેન્ટની આદતના કારણે હંમેશા સમય કરતાં મોડું થાય છે.

હાલ તો બંને વચ્ચેના આ સંબંધો પ્રથમ વખત લોકો સામે નથી આવ્યા અનેક વખત જાહેર ફંક્શનોમાં આ બંને વચ્ચેની થોડી કડવાશ આંખે ઉડીને વળગે છે. ઐશ્વર્યા હંમેશા પોતાના પતિ અને દિકરી સાથે આવે છે. અને શ્વેતા તેમના માતાપિતા સાથે આવે છે. ત્યારે પણ બંને વચ્ચેનું થોડું અંતર દેખાઈ જ આવે છે. પણ આ બંને લોકોની સામે સંબંધોનો ખટરાગ લાવવામાં માનતા નથી કારણ કે બંનેને ખબર છે તેની અસર સમગ્ર પરિવાર પર પડશે અને સૌથી વધુ તો ઘરના પુરુષ વર્ગ એટલે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પર પડશે. એટલે શ્વેતા પોતાન ભાઈ કે પિતાને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ બાબતો જાળવી રાખવામાં માને છે તમામ પાસાઓને સમજી વિચારીને વર્તનમાં લાવે છે અને એના કારણે જ અત્યાર સુધી આ બંનેના સંબંધો લોકો સમક્ષ આવ્યા નથી. તે સામાન્ય જ છે અન્ય ઉચ્ચા ઘરાનાના પારિવારિક સંબંધો જેવા.

એક રીતે જોવા જઈએ તો ઐશ્વર્યા અને શ્વેતા વચ્ચેના સંબંધો એકદમ પરફેક્ટ કહેવાય. ભલે બંનેને એકબીજાની કેટલીક આદતો ગમતી ન હોય પણ તે લોકોની વચ્ચે લાવવામાં માનતા નથી. બંનેને ખબર છે કે તેમના વચ્ચેના કડવા સંબંધો વિશે તમામને તેમના ચાહકોને પણ ખબર છે તેમ છતાં લોકોને મસાલો આપવામાં માનતા નથી અને લોકો વચ્ચે આ ખટરાગને લાવતા નથી. આ જ બાબત બંને વચ્ચેના સંબંધો અને તેમના પરિવારજનો જકડીને રાખે છે. તેવું કહેવામાં કઈ ખોટું નથી.

સંબંધોની પરિભાષા હંમેશા મૌન રહેવામાં સારી જળવાઈ રહે છે. પારિવારિક સંબંધો તમામ ઘરમાં ડામાડોળ રહેતા જ હોય છે. સાસુ-વહુના હોય, નણંદ-ભાભીના હોય કે દેરાણી-જેઠાણીના હોય. પણ આ સંબંધો ત્યારે જ શાંતિથી નિભાવી શકાય જ્યારે બંને વચ્ચેના ખટરાગમાં પણ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને આ જ અન્ડર સ્ટેન્ડિંગ તમામ નણંદ-ભાભીએ ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા જોડેથી શીખવા જેવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news