વોટ આપ્યા પછી કંગનાએ કોંગ્રેસની કાઢી બરાબર ઝાટકણી, કહ્યું કે...
મુંબઈમાં વોટ નાખ્યા પછી કંગના રનૌતે કહ્યું કે આ બહુ મહત્વનો દિવસ છે જે પાંચ વર્ષમાં એકવાર આવે છે. મારું નિવેદન છે કે આ હકનો ઉપયોગ કરો. મને લાગે છે કે મારો દેશ હાલમાં આઝાદીનો અનુભવ કરી રહ્યો છે.
મુંબઈ : લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના વોટિંગ દરમિયાન મુંબઈમાં તમામ ફિલ્મી સ્ટાર્સએ વોટિંગ કર્યું છે. આ વોટર્સમાં પોતાના બોલ્ડ અભિગમ માટે જાણીતી એક્ટ્રેસ કંગના રનૌતે પણ વોટિંગ કર્યું છે. વોટિંગ પછી કંગનાએ મતદાનના ફાયદા ગણાવવાની સાથેસાથે રાજકીય નિવેદન પણ આપી દીધું છે.
'Avengers: Endgame'નો ભારતમાં તડાકો, ત્રણ દિવસમાં ભેગા કરી લીધા આટલા બધા કરોડ
કંગના બોલિવૂડની એ ખાસ હિરોઇનોમાંથી એક છે જે સ્પષ્ટ શબ્દોમાં પોતાની વાત રજૂ કરે છે. તે રાષ્ટ્રવાદ પર બહુ વાતો કરે છે. હાલમાં કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આજે આપણા દેશમાં જે ધનિક છે એ બહુ ધનિક છે અને જે ગરીબ છે એ બહુ ગરીબ છે. આપણે એવું કંઈક કરવું જોઈએ જેથી બંનેનો વિકાસ થાય. હકીકતમાં દરેક આઇડિયા એક એક્સપાયરી ડેટ સાથે આવે છે.