'Avengers: Endgame'નો ભારતમાં તડાકો, ત્રણ દિવસમાં ભેગા કરી લીધા આટલા બધા કરોડ
લોકોમાં આ ફિલ્મ જોવા માટે ભારે ઉત્સાહ હતો. આ ફિલ્મ જોવા માટે લોકોમાં એટલી ઉત્સુકતા હતી કે આ ફિલ્મે ભારતમાં રિલીઝના બે દિવસમાં જ 100 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી હતી અને ત્રીજા દિવસે પણ આ કમાણીમાં કોઈ ઘટાડો નથી જોવા મળ્યો.
Trending Photos
નવી દિલ્હી : હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ ભારતીય બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મના શો ઓનલાઇન બુક થઈ રહ્યા છે. રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મની કમાણી ભારતમાં અને આખી દુનિયામાં કમાણીના રેકોર્ડ તોડી રહી છે. લોકોમાં આ ફિલ્મ જોવા માટે ભારે ઉત્સાહ હતો. આ ફિલ્મ જોવા માટે લોકોમાં એટલી ઉત્સુકતા હતી કે આ ફિલ્મે ભારતમાં રિલીઝના બે દિવસમાં જ 100 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી હતી અને ત્રીજા દિવસે પણ આ કમાણીમાં કોઈ ઘટાડો નથી જોવા મળ્યો.
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે ત્રણ દિવસની અંદર કુલ 157.20 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. ભારતમાં આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 53.10 કરોડ, બીજા દિવસે 51.40 કરોડ અને ત્રીજા દિવસે કુલ 52.70 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આ ફિલ્મ જોવા માટે આખી દુનિયામાં ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મના કમાણીના આંકડા જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ બોલિવૂડમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવવાની છે અને આની અસર બીજી બોલિવૂડ ફિલ્મો પર પણ પડી શકે છે. આવતા મહિને બે મોટી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં બ્લેન્ક (3 મે) અને સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (10 મે)નો સમાવેશ થાય છે. જો એવેન્જર્સ સિરીઝનો ફાઇનલ પાર્ટ એન્ડગેમ બોક્સઓફિસ પર અસરકારક સાબિત થયો તો આ બંને ફિલ્મોને સારું એવું નુકસાન થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે