કંગનાએ જાહેરમાં પીએમ મોદી વિશે કહી મોટી વાત, સંબંધ છે 2019ની ચૂંટણી સાથે
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત બિનધાસ્ત નિવેદન કરવા માટે જાણીતી છે
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત બિનધાસ્ત નિવેદન કરવા માટે જાણીતી છે. શનિવારે તે વડાપ્રધાન મોદીના બાળપણ પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ચલો જીતે હૈ’ની સ્ક્રિનિંગમાં પહોંચી હતી. આ સ્ક્રિનિંગ પછી ફિલ્મ જોઈને તેણે વડાપ્રધાનના બહુ વખાણ કર્યા હતા. કંગના રનૌતે કહ્યું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જ જીત થવી જોઈએ. તે લોકતંત્ર માટે સૌથી યોગ્ય ઉમેદવાર અને મજબૂત નેતા છે. વડાપ્રધાન આજે જ્યાં પણ છે ત્યાં પોતાના માતા-પિતાના કારણે નહીં પણ પોતાની મહેનતથી પહોંચ્યા છે. તેમને આગામી પાંચ વર્ષ માટે પણ તક મળવી જોઈએ. કારણકે દેશને ખાડામાંથી નીકાળવા માટે પાંચ વર્ષનો સમય ઘણો ઓછો છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...